છત્તીસગઢના સુકમામાં મોટો નકસલી હુમલો, લેન્ડમાઇન બ્લાસ્ટમાં 8 જવાન શહીદ

0 47

છત્તીસગઢના સુકમા જિલ્લામાં મોટો નક્સલી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફના 8 જવાન શહીદ થયા છે. આ હુમલો સુકમા જિલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો છે. આ બ્લાસ્ટ લેન્ડમાઇન દ્વારા કરાવામાં આવ્યો છે. આ દરમિયાન નક્સલિ અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ થઇ છે, જેમાં છ જવાન ઘાયલ થયા છે.

જેમાંથી 4ની હાલત ગંભીર બતાવામાં આવી રહી છે. નકસલીઓએ IED પ્રૂફ વ્હીકલ પર બ્લાસ્ટ કરી ઉડાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી રમન સિંહે સોમવારે જ નક્સલી પ્રભાવિત વિસ્તારમાં મોટરસાઇકલ પર જઇ મુલાકાત લીધી હતી.

હાલમાં થોડા સમય પહેલા સુકમાના ભેજ્જી થાણા વિસ્તારના એલારમડુગુ અને વીરભટ્ટી જેવા ગામમાંથી આવેલા 29 નકસલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. જેમાં 11 મહિલાઓનો સમાવેશ થાય છે. આ એ જ ગામ છે જ્યા 18 ફેબ્રુઆરીના રોજ 20 નકસલીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

આ અથડામણમાં બે જવાન શહીદ થયા હતા. આ નકસલિઓમાં બે ખૂંખાર નકસલીઓને સમાવેશ થયો હતો. આ લોકો ઘણી અલગ-અલગ પ્રકારની ટીમ બનાવી કામ કરતા હોય છે. આ કાર્યવાહીને પોલીસ અધીક્ષકે નકસલ મોરચા પરની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા ગણાવી હતી.

loading...

Leave A Reply

Your email address will not be published.