VIDEO: છત્તીસગઢનાં CRPF જવાનોમાં આંતરિક અથડામણ, ફાયરિંગમાં 4નાં મોત

જગદલપુરઃ છત્તીસગઢનાં બીજાપુર જિલ્લામાં આજે સાંજે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)નાં એક જવાને કોઇ વાતને લઇ સાથી જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ કરી નાખ્યું હતું, જેમાં ચાર જવાનોનાં ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયાં છે.

જ્યારે અન્ય એક જવાન ગંભીર રૂપમાં ઘાયલ થઇ ગયેલ છે. ડીઆઇજી પી સુંદરરાજે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે આ ઘટના બીજાપુર જિલ્લાનાં બાસાગુડા કેમ્પમાં ઘટી છે.

ઉલ્લેખનીય છે કે CRPFનાં જવાનોમાં કોઇ એક જવાને અંધાધૂંધ ફાયરિંગ કરીને પોતાનાં જ ચાર સાથીઓને મોતને ઘાટ ઉતારી દીધાં છે. અહીં CRPF કેમ્પમાં 168 બટાલિયનનાં જવાનો વચ્ચે કોઈ વાતને લઈને તકરાર થઈ હતી.

જોત જોતામાં જ વાત એટલી વધી ગઈ કે એક જવાને તેનાં જ સાથીઓ પર ફાયરિંગ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ચાર જવાનોનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક જવાનને ગંભીર રીતે ઈજા થઇ છે.

You might also like