IPL2018: ધોનીની ‘સેના’ પર ભારી પડી રોહિત ‘બ્રિગેડ’, 8 વિકેટથી જીતી મેચ

IPL 2018ની 27મી મેચમાં એવિસ લેવિસ (47) અને કેપ્ટન રોહિત શર્મા (56*)ની શાનદાર અર્ધશતકીય ઇનિંગને કારણે મુંબઇ ઇન્ડિયસે શનિવારે ચેન્નાઇ સુપરકિંગ્સને 8 વિકેટથી હરાવી દીધુ. મુંબઇે ચેન્નાઇને હરાવીને આ લીગમાં પોતાની બીજી જીત હાસલ કરી દીધી છે.

ચેન્નાઇ સુપરકિંગ્સે પહેલા બેટિંગ કરીને 20 ઑવર્સમાં 5 વિકેટ ગુમાવીને 169 રન કર્યા અને ટાર્ગેટનો પીછો કરવા માટે આવેલી મુંબઇ ઇન્ડિયન્સને ટીમે 2 બૉલ બાકી રહેતા 170 રન કરીને મેચ પોતાના નામે કરી દીધી. મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમ્યા પછી ‘મેન ઑફ ધ મેચ’નું ટાઇટલ પોતાના નામે કર્યુ. રોહિતે 33 બૉલમાં 6 બાઉન્ડ્રી અને 2 સિક્સર્સની મદદથી 56* રનની ઇનિંગ રમી.

આ જીતની સાથે જ IPL 11ના પ્લેઑફમાં પ્રવેશની મુશ્કેલીનો સામનો કરી રહેલી મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સે હરાવીને છઠ્ઠા સ્થાન પર પહોંચી ગઇ છે, 2 વર્ષના પ્રતિબંધ બાદ કમબેક કરનારી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપરકિંગ્સ 6માંથી 5 મેચો જીતીને ટોચના સ્થાને છે.

You might also like