CSK vs KKR: રોમાંચક મેચમાં ચેન્નાઇએ 5 વિકેટે કોલકાતાને આપ્યો પરાજય

ચેન્નાઇ: આઇપીએલના 5મી મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સે 5 વિકેટે કોલકાતા નાઇટ રાઇડર્સને પરાજ્ય આપ્યો હતો. આઇપીએલની આ સીઝનની ચેન્નાઇની આ સતત બીજી જીત હતી. આ રોમાંચક મેચમાં એક-એક મીનીટે મેચનુ પલડુ બદલાતું જોવા મળતું હતુ.

અંતમાં ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ જીત મેળવી. આ મેચના હીરો સેમ બિલિંગ્સ રહ્યો. બિલિંગ્સે 23 બોલમાં 56 રનની તોફાની બેટીંગ કરી હતી. આ દરમિયાન તેણે 2 બાઉન્ડ્રી અને 5 સિક્સર ફટકારી હતી. બિંલિંગ્સને આ શાનદાર ઇનિંગ્સને લઇને મેન ઓફ ધ મેચ જાહેર કર્યો હતો.

આ અગાઉ ઓપનિંગ બેટસમેન શેન વોટસને 19 બોલમાં 42 રન બનાવી ચેન્નાઇની મેચ જીતવા માટેના આધારનો પાયો નાંખ્યો હતો. 203 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ પહેલી ઓવરથી જ આક્રમક જોવા મળી હતી. વોટસન અને રાયડુની જોડીએ આવી જ રમત દેખાડી હતી.

બંનેએ પહેલી વિકેટ માટે 75 રન જોડ્યા હતા. સુરેશ રૈના 14 રન બનાવી આઉટ થઇ ગયો હતો અને ત્યારબાદ આવેલા સેમ બિલિંગ્સે મેદાનની ચોતરફ ફટકાબાજી કરી દર્શકોનું દિલ જીતી લીધુ હતું. બીજી બાજુ સુકાની ધોનીએ રમત સંભાળી લીધી હતી. જો કે બિલિંગ્સના આઉટ થયાબાદ અંતિમ ઓવરમાં 17 રનની જરૂર હતી.

જોકે જાડેજાએ અંતિમ ઓવરમાં એક બોલ બાકી રહેતા સિકસર મારી મેચ જીતાડી હતી. આ અગાઉ કોલાકાતાની ટીમ તરફતી આન્દ્રે રસેલ 88 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જેની મદદથી કોલકાતાએ ચેન્નાઇ સામે 202 રનનો લક્ષ્ય રાખ્યો હતો.

You might also like