CSKએ કર્યુ સચિનનું અપમાન, ફેન્સે આપી દીધું આ ફરમાન

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ભલે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યો હોય, પરંતુ આજે પણ પરંતુ હજુ પણ તેના કરોડો ચાહકો છે. તાજેતરમાં જ ચેન્નાઇ સુપરકિંગ્સ દ્વારા તેમના ઑફિશ્યલ ટ્વીટર પેજ પર ફોટો પોસ્ટ કરવામાં આવી છે, જે પછી સોશ્યલ મીડિયા પર યૂઝર્સ CSKને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે.

 

વાસ્તવમાં ચેન્નાઇના ક્રિકેટર સુરેશ રૈના અને સચિન તેંડુલકરની એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે જેનું કેપ્શન લખવામાં આવ્યુ છે, ‘સુરેશ અને રમેશ.’. આ કેપ્શન જોઇને સચિન તેંડુલકરના ફેન્સ રોષે ભરાયા છે. તમને જણાવી દઇએ કે સચિનનું પૂરુ નામ સચિન રમેશ તેંડુલકર છે, રમેશ તેના પિતાનું નામ છે, ત્યારે ટીવી પર ફાઇવ સ્ટાર ચૉકલેટની એક ફેમસ એડ છે, જેમાં કેરેક્ટર્સનું નામ ‘સુરેશ અને રમેશ’ છે. CSKએ તે જ એડ અને બંને ક્રિકેટર્સના નામના આધાર પર ફોટોનું કેપ્શન આપ્યુ છે.

સચિન તેંડુલકરના ફેન્સ આ ટ્વીટ પર ભડકતાં કહ્યુ કે, CSK પાસેથી આ પ્રકારની આશા ન હતી. એક યૂઝરે કહ્યુ કે, ”CSKને શરમ આવી જોઇએ, આ રીતે ટ્વીટની આશા ન હતી, બીજાની ઇજ્જત કરતા શિખો, તે એક મહાન ક્રિકેટર છે.” ત્યારે બીજા યૂઝરે કહ્યુ કે, ”આ પોસ્ટ ખૂબ જ અનપ્રોફેશનલ છે, દૂર કરો.” વધુ એક યૂઝરે લખ્યુ કે, ”એડમિનને શરમ આવી જોઇએ, તમે એક સારી ટીમનો પ્રતિનિધિત્વ કરો છે આ પ્રકારના પગલાંથી ટીમની છવિ ખરાબ થઇ શકે છે.”

અન્ય એક યુઝરે લખ્યું કે, ”રમેશ સચિનના પિતાનું નામ છે અને તેમનુ અપમાન સાંખી લેવામાં નહી આવે.” આ ઉપરાંત અન્ય એક ફેને ચેન્નઇ સુપર કિંગ્સને ધમકી પણ આપી દીધી કે, ” જો તેણે આ કેપ્શનને પરત લઇને માફી ન માંગી તો તે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે.”

 

You might also like