IPL: ચેન્નાઇની ટીમે દિલ્હીને 13 રને આપ્યો પરાજય, ધોની બ્રિગેડ ફરી ટોપ પર

આઇપીએલની 11મી સિઝનની 30મી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ઇલેવને દિલ્હી ડેયરડેવિલ્સને 13 રને પરાજ્ય આપ્યો છે. 212 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી દિલ્હીની ટીમે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 198 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમને અંતિમ ઓવરમાં જીત માટે 28 રનની જરૂરિયાત હતી, પરંતુ 14 રન જ બનાવી શકી હતી.

વિજય શંકરની અડધી સદી પણ દિલ્હીની ટીમને જીત અપાવી શકી નહોતી. શંકરે 31 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ સાથે ચેન્નાઇની ટીમ પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે જ્યારે દિલ્હીની ટીમની આઠમી મેચમાં છઠ્ઠી હાર છે. ઋષભ પંતે 45 બોલમાં 79 રન બનાવ્યા છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે દિલ્હીની ટીમ સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. અંતિમ ઓવરમાં ધોનીએ 22 બોલમાં અણનમ 51 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી જેના કારણે ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 211 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ 24 બોલમાં 41 રન બનાવ્યાહતા.

ધોનીએ અડધી સદીમાં 5 સિકસર અને 2 બાઉન્ડ્રી મારી હતી. ચેન્નાઇની ટીમે અંતિમ પાંચ ઓવરમાં 74 રન બનાવ્યા હતા. આ અગાઉ દિલ્હીની ટીમે ટોસ જીતીને ચેન્નાઇને બેટિંગ કરવા અંગે જણાવ્યું હતું.

You might also like