બાળકોને નાસ્તામાં આપો ચીઝ પાપડી

સામગ્રી

2 કપ મેંદો

1 ચમચી અજમો

¼ કપ ચીઝ (છીણેલું)

2 ચમચી તેલ

1 ચમચી મીંઠુ

પાણી (લોટ બાંધવા માટે)

તેલ તળવા માટે

5 ચમચી દહીં

2 ચમચી આંબલીની ચટણી

મીંઠુ, લાલ મરચું સ્વાદઅનુસાર

બનાવવાની રીતઃ એક બાઉલમાં મેંદો, છીણેલું ચીઝ, તેલ, મીંઠુ, અજમો અને પાણી એડ કરીને બરોબર મિક્સ કરો અને લોટ બાંધો. તૈયાર લોટને અડધો કલાક માટે ભીના રૂમાલથી ઠાંકી દો. હવે લોટમાંથી નાના નાના ગુલ્લા બનાવો. તેમાંથી પાતળી પૂરી બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પાપડીને લાઇટ બ્રાઉન કલરની ફ્રાય કરો. બંને બાજુ લાઇટ બ્રાઉન કલરની તળી લો. હવે તેને પ્લેટમાં નિકાળીને ઠંડી થવા દો. તેની પર આંબલીની ચટણી એડ કરીને સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like