ઘરે બેઠા બનાવો સ્વાદથી ભરપૂર ચીઝ કોથમીરનાં ટેસ્ટી પરાઠા

સામગ્રીઃ
ચીઝનું છીણઃ 1 કપ
સમારેલી કોથમીરઃ 1/2 કપ
ઘઉંનો લોટઃ 2 કપ
આદુંની પેસ્ટઃ 1 નાનો ટુકડો
લીલા મરચાં: 2 નંગ
ચાટ મસાલોઃ 2 ચમચી
જરૂરિયાત મુજબઃ તેલ
સ્વાદ અનુસારઃ મીઠું
જરૂરિયાત મુજબઃ દૂધ

રીતઃ
સૌ પ્રથમ એક બાઉલ લો. તેમાં લોટ અને મીઠું નાખીને તેની અંદર સમારેલી કોથમીર ભેળવો. ત્યાર બાદ જરૂરિયાત મુજબ દૂધ રેડતાં જવું. તેને નરમ કણક બાંધો. હવે આ કણકને 20થી 25 મિનીટ સુધી ભીના કપડાંથી ઢાંકી રાખો.

ત્યાર બાદ આ કણકમાંથી આઠ જેટલાં ગુલ્લા બનાવો. હવે ચીઝનાં છીણમાં આદુંની પેસ્ટ, સમારેલાં લીલાં મરચાં તેમજ ચાટ મસાલો ભેળવીને તમે મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણનાં આઠ ભાગ કરો. ને પછી દરેક ગુલ્લાની રોટલી વણીને તેની વચ્ચે ચીઝનું મિશ્રણ મૂકીને તેને ચારે બાજુથી ફોલ્ડ કરીને પરોઠા વણી નાખો.

You might also like