IPL કાર્યક્રમમાં થયો બદલાવ, દિલ્હી-RCBની મેચને લઇને થઇ અદલા-બદલી

નવી દિલ્હી: ભારતીય પ્રિમિયર લીગ (આઈપીએલ) ની આગામી સત્રની શરૂઆત પહેલા જ તેના કાર્યક્રમોમાં ફરીથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ અગાઉ ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તરણના કારણે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું . હવેથી ચૂંટણી કમિશન દ્વારા બુધવારે કર્ણાટકમાં ચૂંટણીની જાહેરાતને કારણે ફેરફાર કરવામાં આવ્યો છે.

કર્ણાટકમાં 12મે ના રોજ મતદાન થવાનું છે અને આ કારણે બીસીસીઆઇએ આ દિવસે બેંગલુરૂના ચેન્નાસ્વામી મેદાનમાં રમાનારી આરસીબી-દિલ્હી વચ્ચેની મેચને રાજધાનીના ફિરોજશાહ કોટલા મેદાનમાં શિફ્ટ કરવીપડે છે. તો 12મેના રોજ રમાનારી આ બંને વચ્ચેની મેચને 21 એપ્રિલના રોજ બેંગલુરના મેદાનમાં રમાડવામાં આવશે. હવે દિલ્હીના ફિરોજશાહ કોટલાની આ સિઝનની પ્રથમ મેચ 23 એપ્રિલના રોજ દિલ્હી અને પંજાબ વચ્ચે રમાશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક પ્રશાસકોની સમિતિના નિર્ણયના કારણે આઇપીએલ-11ના ઉદ્ધાટન સમારંભના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો હતો. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબની કેટલીક મેજમાં ફેરફાર કરવો પડ્યો હતો.

You might also like