Categories: India

પંચાયત કાયદાનો સુધારો ભેદભાવ વધારનારો!

હરિયાણા સરકારે હરિયાણા પંચાયત રાજ એક્ટ-૧૯૯૪માં સુધારો કર્યો કે પંચાયતની ચૂંટણી લડનાર ઉમેદવાર શિક્ષિત હોય તો જ ફોર્મ ભરી શકે. સુધારાનો વિરોધ થયો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સરકારની દલીલ હતી કે શિક્ષિત સરપંચ અને પ્રતિનિધિ વધુ સારું કામ કરી શકશે. સુપ્રીમે સુધારાને મંજૂરી આપી દીધી છે, પરંતુ લોકોમાં રોષ હજુ શમ્યો નથી.

હરિયાણાની દક્ષિણે આવેલા નીમખેડા ગામમાં નવ સભ્યોની પંચાયતમાં ૨૦૦૫માં તમામ મહિલાઓ ચૂંટાઈ હતી. તેમણે પાણી, રહેઠાણ અને સ્કૂલની સમસ્યા ઉકેલી તેથી ૨૦૦૮માં રાજ્ય સરકારે તેને ‘મોડેલ ગામ’ જાહેર કર્યું હતું. હવે સુધારેલા કાયદા અનુસાર આમાંથી એક પણ મહિલા ચૂંટણી જ લડી નથી શકતી, કારણ કે તે અશિક્ષિત છે. સુધારા મુજબ સામાન્ય મહિલા ઓછામાં ઓછું આઠમું પાસ અને પછાત મહિલા પાંચમું પાસ હોવી જરૂરી છે.

મહિલાઓની ફરિયાદ છે કે અમારા જમાનામાં ગામમાં સ્કૂલ જ નહોતી તો અમે શું કરીએ? કાયદાના સુધારાના કારણે સંખ્યાબંધ ગામોમાં સેંકડો વોર્ડમાં શિક્ષિત ઉમેદવાર એક જ હોવાથી ફોર્મ ભરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. અનેક વોર્ડમાં તો કોઈ ઉમેદવાર જ ન મળ્યા. આ લોકો કહે છે, “અમારા કરતાં મોટા અને રાજ્ય કે રાષ્ટ્રવ્યાપી અસર કરનાર સાંસદ અને ધારાસભ્યોને ઉમેદવારી માટે લઘુતમ શિક્ષણનું ધોરણ નથી તો અમારે કેમ?

એમને લોન બાકી હોય, કરોડોના હપ્તા ચઢી ગયા હોય તો પણ ચૂંટણી લડી શકે તો અમે લોન ભરપાઈ કર્યા વિના ન લડી શકીએ, એવું કેમ? એમનાં વીજળી, ટેલિફોનનાં મોટાં બિલ બાકી હોય તો પણ ચૂંટણી લડી શકે અને અમારે લાઈટ બિલ બાકી હોય તો ફોર્મ ન ભરી શકીએ, એમ કેમ?- એ લોકો સામે ફોજદારી કેસ ચાલતા હોય તો પણ ચૂંટણી લડી શકે અને અમે પોલીસ ક્લિયરન્સ વિના ફોર્મ ન ભરી શકીએ એવું શા માટે?”

admin

Recent Posts

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

1 hour ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

2 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

3 hours ago

દેશનાં 8 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ

અમદાવાદઃ હવામાન વિભાગે દેશનાં 8 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેનાં પગલે ગઈ કાલથી અમદાવાદ સહિત અનેક…

3 hours ago

આયુષ્માન ભારતઃ જાણો PM મોદીની આ યોજનાનો લાભ આપને મળશે કે નહીં?

મોદી સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજના એટલે કે જન આરોગ્ય યોજનાનો આજે ભવ્ય શુભારંભ થવા જઇ રહેલ છે. ત્યારે આ…

4 hours ago

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

20 hours ago