IPLની પ્લેઓફ અને ફાઇનલ મેચના સમયમાં ફેરફાર કરાયો

નવી દિલ્હીઃ IPL મેચો મોડી પૂરી થવાને કારણે અને મેદાનમાં મેચ જોવા આવતાં ચાહકોની સુવિધા માટે IPL મેનેજમેન્ટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. IPL ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું, ”અમે ઘણા વિચાર વિમર્શ બાદ પ્લેઓફ મેચો અને ફાઇનલ મેચનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે.

હવે આ ચારેય મેચ રાત્રે ૮.૦૦ વાગ્યાને બદલે ૭.૦૦ વાગ્યે શરૂ થશે.” તા. ૨૨ મેએ ક્વોલિફાયર-૧ મુંબઈમાં, જ્યારે તા. ૨૩ મેએ એલિમિનેટર અને ૨૫ મેએ ક્વોલિફાયર-૨ કોલકાતામાં રમાવાની છે. ૨૭ મેએ ફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે.

આ વખતે ઘણી મેચ મોડી પૂરી થઈ રહી છે, જેના કારણે દર્શકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો ડે છે. દર્શકોને મેચ જોયા બાદ ઘેર પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

રાજીવ શુક્લાએ જણાવ્યું, ”પ્રસારણકર્તા અને ફ્રેંચાઇઝીઓ સાથે પણ આ અંગે વાતચીત કરવામાં આવી. કોઈને પણ પ્લેઓફનો સમય બદલવા સામે કોઈ વાંધો નહોતો. આ ફેરફાર દર્શકો અને અન્ય તમામ લોકોની સુવિધાને નજરમાં રાખીને કરવામાં આવ્યો છે.”

You might also like