H-1B વિઝા કોટામાં કાપ મૂકશે અમેરિકા, તો એને જ થશે નુકસાન

અમેરિકા H-1B વિઝા આપવાના ઓછા કરવાનું વિચારી રહી છે પરંતુ એનાથી અમેરિકાને જ નુકસાન પહોંચી શકે છે. એક રિપોર્ટ ખુદ એક અમેરિકાના રિસર્ચ સેન્ટરે આપ્યો છે, જે પ્રમાણે H-1B વિઝા નીતિમાં ફેરફાર કરવાની જગ્યાએ અમેરિકાને ભારે નુકસાન ઉઠાવવું પડશે. અમેરિકાની ટ્રંપ સરકારે H-1B વિઝા પ્રોગ્રામની સમીક્ષા કરી રહી છે અને બની શકે છે કે એ H-1 વિઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકા આવનારા નોકરીયાત લોકોની અવર જવર પર સીમિત લગામ પણ લગાવે, જો અમેરિકા આવું કરે છે તો એને જ નુકસાન ઊઠાવવું પડશે.

રિપોર્ટ પ્રમાણે જો અમેરિકા H-1B વિઝા કાર્યક્રમના નિયમોમાં કડકાઇ કરે છે, તે એને પોતાની આઇટી ક્ષેત્રમાં મુશ્કિલીઓ ઊઠાવવી પડશે. કારણ કે જો H-1B વિઝા પ્રોગ્રામમાં કાપ મૂકવામાં આવે છે તો ભારત જેવા દેશોમાંથી આવતાં નોકરીયાતોની સંખ્યા ઓછી થઇ જશે. એનાથી અમેરિકાને નુકસાન ઊઠાવવું પડશે.

અમેરિકાની એક ઉચ્ચ શઓધ સંસ્થાન સેન્ટર ફોર ગ્લોબલ ડેવલેપમેન્ટએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સરકાર ગેરકાયદે આવતાં H-1B વિઝાની સમીક્ષા કરી રહી છે. એનો મોટાભાગે ઉપયોગ ભારતીય આઇટી નોકરીયાત કરે છે અને આ અમેરિકા અને ભારત બંને દેશો માટે ફાયદાકારક છે.

http://sambhaavnews.com/

You might also like