SBI ગ્રાહકો માટે એપ્રિલથી થશે આ ફેરફાર, ખિસ્સા પર પડશે અસર

જો તમે SBIના ગ્રાહક છો તો 1 એપ્રિલથી તમારા માટે ઘણી ચીજો બદલાઇ રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ એવા ફેરફારો માટે જો એસબીઆઇ ગ્રાહકો માટે થઇ ગયા છે અથવા થનાર છે.

મિનિમમ બેલેન્સ
SBIએ ખાતામાં મિનિમમ બેલેન્સ ના રાખવા પર લગતા ચાર્જમાં 75% સુધીનો ઘટાડો કરી દીધો છે. આ કાપ બાદ તમારે પહેલાની સરખામણીમાં ખૂબ જ ઓછો ચાર્જ આપવો પડશે. આ કાપ 1 એપ્રિલથી લાગૂ થઇ ગયો છે.

હાલના સમયમાં તમને મેટ્રો શહેરોમાં 3 હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ તમારા ખાતામાં રાખવું પડે છે. અર્દ્ધ શહેરી શાખાઓમાં 2 હજાર રૂપિયાની રકમ રાખવી પડે છે. તો બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રોની વાત કરીએ તો અહીંયા એક હજાર મિનિમમ બેલેન્સ તરીકે ખાતામાં રાખવા પડે છે.

ચેક બુક ચાલશે નહીં.
ભારતીય સ્ટેટ બેંકે થોડાક દિવસ પહેલા પોતાના ગ્રાહકોને કીધું છે કે એમને આ બેંકોની ચેકબુક 31 માર્ચ સુધી બદલી દેવી જોઇએ. એસબીઆઇએ કહ્યું કે 31 માર્ચ સુધી એસોસિએટ બેંકોએ દરેક ગ્રાહકોને જોઇએ કે એ નવી ચેકબુક મેળવી લો. 1 એપ્રિલ બાદ તમે આ ચેકબુક દ્વારા કોઇ પણ લેણદેણ કરી શકશો નહીં.

ઇલેક્ટોરલર બોન્ડ
દેશભરમાં ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ 2 એપ્રિલથી શરૂ થશે. 9 દિવસો સુધી ચાલનારું વેંચાણ દેશભરમાં ભારતીય સ્ટે બેંકની 11 શાખાઓ દ્વારા થશે. ચૂંટણી આયોગના પ્રમાણે દિલ્હી, ગુવાહાટી, ભોપાલ જેવી 11 શેહેરોમાં બોન્ડ 10 એપ્રિલ સુધી મળશે.

You might also like