Categories: Business

GST રેટ સ્લેબમાં થઇ શકે છે ફેરફાર, નાણામંત્રીએ આપ્યા સંકેત

નવી દિલ્હી: 1 જુલાઇથી જીએસટી લાગુ કર્યા બાદ વિપક્ષના નિશાના પર આવેલી કેન્દ્ર સરકાર આમ આદમીને રાહત આપી શકે છે. આવનારા સમયમાં જીએસટી હેઠળ 12 ટકા અને 18 ટકા વાળઆ ટેક્સ સ્લેબ ખતમ કરવાની આશા છે. ફેરફાર બાદ આ બંનેની જગ્યાએ એક ટેક્સ સ્લેબ લઇ શકે છે.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ બુધવારે આ બાબતનો સંકેત આપી ચૂક્યા છે. નાણામંત્રીએ કહ્યું હતું કે જેમ જેમ જીએસટી આગળ વધશે એમ એના ટેક્સ સ્લેબ પર પુનર્વિચાપ કરવામાં આવશે. એમણે એ વાતની પણ સંભાવના વ્યક્ત કરી છે કે 12 ટકા અને 18 ટકા સ્લેબ મળીને એક સ્લેબ બનાવી દેવામાં આવે.

જેટલીએ કહ્યું કે હિંદુસ્તાન જેવા દેશોમાં જ્યાં મોટાપાયા પર લોકો ગરીબી રેખા નીચે જીવે છે, ત્યાં જીએસટીનો એક દર હોઇ શકે નહીં. એમણે કહ્યું કે વિમાન અને બીએમડબલ્યૂ પર એક કર લાદવામાં આવશે નહીં. જીએસટીને લોન્ચ થયે એક મહિનો થઇ ગયો છે.

હાલમાં જીએસટી હેઠળ અલગ અલગ વસ્તુઓ પર અલગ અલગ ટેક્સની જોગવાઇ રાખવામાં આવી છે. એમાં 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા ટેક્સની જોગવાઇ છે. દરરોજમાં ઉપયોગમાં લેવાતી કેટલીક ચીજોને ટેક્સના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

શું પાર્ટનર સાથે પોર્ન ફિલ્મ નિહાળવી જોઇએ?, આ રહ્યું શંકાનું સમાધાન…

ઘણાં સમય પહેલાં સેક્સને લઇ એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આ સર્વે દ્વારા એવું જાણવાની કોશિશ કરવામાં આવી હતી…

4 hours ago

બુલેટ ટ્રેન મામલે વાઘાણીનું મહત્વનું નિવેદન,”કોંગ્રેસ માત્ર વાહિયાત વાતો કરે છે, એક પણ રૂપિયો અટકાયો નથી”

અમદાવાદઃ PM નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને જાપાનની એજન્સી દ્વારા એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે. જેમાં આ પ્રોજેક્ટને…

5 hours ago

સુરતમાં દારૂબંધીને લઈ યોજાઇ વિશાળ રેલી, કડક અમલની કરાઇ માંગ

સુરતઃ શહેરમાં દારૂબંધીને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દારૂનાં કારણે મોતને ભેટેલાં લોકોનાં પરિવારજનો પણ ખૂબ મોટી સંખ્યામાં…

6 hours ago

રાષ્ટ્રપતિનાં હસ્તે વિરાટ કોહલી અને મીરા બાઈ ચાનૂને ખેલ રત્ન એવોર્ડ

જલંધરઃ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીને રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહ દરમ્યાન રમત સાથે જોડાયેલ વિશિષ્ટ સમ્માન ખેલ રત્ન…

7 hours ago

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

9 hours ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

9 hours ago