VIDEO: સપના ચૌધરીનો ઠુમકા મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ….

સપના ચૌધરીનો એક નવો ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેનાથી સોશિયલ મીડિયા પર આગ લાગી ગઈ છે. તમે જોશો તો આંખો ખુલ્લી રહી જશે. જ્યારથી તે બિગ બોસમાંથી પાછી ફરી છે, તેની પોપ્યુલારિટી વધી રહી છે.

તેના વીડિયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી છે. લોકો સપનાના ડાન્સ પાછળ એટલા દિવાના છે કે બસ એક ઝલક જોવા માટે મળી જાય. દેશભરમાં સપના ચૌધરીના શોઝ થવા લાગ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં તેના ફેન્સ એકઠા થતા હોય છે.

 

એટલુ જ નહિ, સપના ચૌધરી હવે ફિલ્મોમાં પણ નજર આવવા લાગી છે. થોડા સમયમાં તેણે ઘણી ફિલ્મોમાં આઈટમ સોન્ગ કર્યા છે. આ ઉપરાંત સપનાના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા રહે છે જે વાયરલ થઈ જતા હોય છે.

બિગબોસમાંથી નિકળ્યા બાદ સપનાનું મેકઓવર પણ થયુ છે. સપના હવે દેશી અવતાર છોડીને ગ્લેમરસ લુકમાં જોવા મળે છે. સપનાનું મેકઓવર જોઈને તેમને ઓળખવુ મુશ્કેલ છે. હંમેશા સલવાર-કુર્તીમાં નજરે પડનારી સપના ચૌધરી હવે ટ્રેન્ડી ડ્રેસ અને ગાઉનમાં જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ સપના ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં નજરે પડી રહી છે. આ ઉપરાંત સપના ચૌધરી પહેલાથી વધારે ફિટ જોવા મળે છે. તેણે પોતાનું વજન પમ ઘટાડ્યુ છે અને હવે પહેલા કરતા સ્લિમ દેખાય છે.

You might also like