Categories: India

હિમાચલમાં ભૂસ્ખલનથી NH 21 પર થયો ટ્રાફિક જામ, કેટલાક યાત્રી ફસાયા

શિમલા: ચંડીગઢ મનાલી એન.એચ 21 હણોગી પાસે ભૂસ્ખલનના કારણે પહાડ ધરાશય થવાથી રસ્તો બંધ થઇ ગયો હતો. જાણકારી પ્રમાણે પહાડ પડવાથી કાટમાળની નીચે એક ટ્રક દબાઇ ગઇ હતી અને તેમાં મુસાફરી કરતાં બે લોકોને ઘમી મુશ્કાલીથી બચાવામાં આવ્યા હતાં. રસ્તો બંઘ થઇ જવાના કારણે બંને તરફ વાહનોની લાંબી લાઇન લાગી ગઇ હતી અને કેટલાક યાત્રીઓ પણ ફસાઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

જાણકારી મળતાં જ પોલીસ ઘટના સ્થળએ પહોંચી ગઇ હતી અને બચાવ રાહત કાર્યવાહી ચાલુ કરી હતી. ઘટના સ્થળ પર પહોંચેલા એ.એસ.આઇ હરિ સિંગે જણાવ્યું કે ભારે વરસાદના કારણે કોઇ રાહત કાર્ય થઇ શકતું નથી. તો બીજી બાજુ ડી.સી. સંદીપ કદમે કહ્યું હતું કે પરિસિથિતને જોતાં બજોરાથી વાયા કટોલા મંડી અને મંડીથી આ રસ્તે જતાં કુલ્લુ વાહનોને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે સિરમોર જિલ્લામાં છેલ્લા 16 કલાક સતત પડી રહેલા વરસાદના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મોડી રાતે નાહન શિમલા હાઇવે પર ચબાહંની નજીક ભઆરે ભૂસ્ખલન થવાને કારણે આ રસ્તો આવવા જવા માટે સંપૂર્ણ બંધ થઇ ગયો હતો. સવારે આશરે 8.30 વાગ્યે આ રસ્તો ફરીથી ચાલુ કરવામાં આવ્યો હતો.

Krupa

Recent Posts

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

11 mins ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

17 mins ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

19 mins ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

29 mins ago

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના…

33 mins ago

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા…

38 mins ago