Categories: Travel

રાજસ્થાનની આ જગ્યા જે બોલીવૂડની છે આગવી પસંદ

આપણો દેશ એ અનેક પ્રકારની અદભુત સંસ્કૃતિ અને કલાઓનું ઘર છે. કે જે આપણે દરેક પગલે-પગલે એનો અહેસાસ થાય છે. પહેલાનાં પ્રાચીન સમયમાં દીવાલો, ઇમારતો, મંદિરો અને કિલ્લાઓ પર દોરવામાં આવેલ આકૃતિઓને જોઇને એવું લાગે છે કે ઓછાં સંશોધનોમાં પણ લોકો કેવી રીતે માત્ર અને માત્ર પોતાની હોશિયારીને લઇ સુંદર સંરચનાઓને જન્મ આપતા હતાં કે જે આજે પણ એમને સમાજમાં જીવતા રાખે છે.

બાવલીને આધારે વૉટર હારવેસ્ટિંગ એટલે કે પાણીનાં સંરક્ષણનો વિચાર પણ ભારતમાં જ અપનાવવામાં આવ્યો. અહીં અમે તમને એક એવી બાવલી વિશે વાત કરીશું કે જેને જાણીને આપ પણ આર્કિટેક્ચરને જોવા માટે ઘણાં અધીરા થઇ જશો.
રાજસ્થાનની આકર્ષક કલાનાં ઉદાહરણોમાંની એક છે ચાંદ બાવલી.

– આ એક મધ્યકાલીન ભારતની એક અદભુત સંરચના છે.
– આ જગ્યા જયપુરથી 95 કિ.મી દૂર દૌસા જિલ્લામાં આભાનેરી ગામમાં આવેલ છે.
– ચાંદ બાવલી ઇ.સ. 800થી 900ની વચ્ચે નિકુંભ રાજવંશનાં રાજા ચાંદે બનાવેલ હતી.
– આની પરફેક્ટ સામે પ્રસિદ્ધ હર્ષદ માતાનું મંદિર પણ આવેલ છે કે જે આ બાવલીને સમર્પિત છે.
– અહીં અનેક સીડીઓવાળો 13 માળવાળો ઊંડો એક કુવો આવેલ છે.
– આ બાવલીની ઊંડાઇ લગભગ 100 ફૂટ છે.
– આ બાવલીમાં કુલ 3500 સીડીઓ આવેલ છે.
– એવું અહીં માનવામાં આવે છે કે આ કુવો એ દુનિયાનો સૌથી ઊંડો સીડીઓવાળો કુવો છે.
– ચાંદ બાવલીનાં નિર્માણનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીનો વ્યય થતાં રોકવાનો છે.
– જ્યારે ગામમાં પાણીની ઉણપ જણાતી તો ત્યારે લોકો સીડીઓ પરથી ઉતરીને ઊંડાઇમાં જઇને પાણી ભરતા હતાં.
– ગરમીની ઋતુમાં પણ અહીં લોકો ઠંડકને માટે આવીને અહીં લાંબા સમય સુધી બેસતા હતાં.
– આની અંદર એક બાજુ મંડપ તેમજ શાહી પરિવારનાં લોકો માટે અનેક રૂમ પણ બનાવવામાં આવ્યા છે.
– આની સંરચના વીતેલા સમયની જ્યામિતિ (Geometrical)ની સમજણને પણ દર્શાવે છે.
– કહેવાય છે કે અહીં બોલીવુડ ફિલ્મ “ભુલ ભુલૈયા”નું “સખિયા” ગીત અને હોલીવુડની “Dark Knight Rises” જેવી ફિલ્મોનું પણ શૂટિંગ થઇ ચૂકેલ છે.
– આ જ રીતે વિશેષમાં અહીં ચાંદ બાવલીની પાસે હર્ષદ માતાનું મંદિર પણ દેખવાલાયક છે.

Dhruv Brahmbhatt

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

1 day ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

1 day ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

1 day ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

1 day ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

1 day ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

1 day ago