GSTના ઘટાડાથી સિરામિક્સ-કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીના શેરમાં ઉછાળો

અમદાવાદ: આજે શેરબજારમાં નરમાઇનો ટોન જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારના પ્રેશર વચ્ચે ભારતીય શેરબજાર પણ ઘટાડે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૯૨ પોઇન્ટના ઘટાડે ૩૩,૧૫૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડે ૧૦,૨૭૩ પોઇન્ટના મથાળે ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે ઓટોમોબાઇલ, મેટલ, ઓઇલ એન્ડ ગેસ, મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે ગઇ કાલથી શરૂ થયેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક આજે પૂરી થઇ રહી છે. જીએસટીની કેટલી ચીજવસ્તુઓના રેટમાં ઘટાડો આવે તેવી શક્યતાઓ પાછળ સિરામિક, કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. દરમિયાન બેન્ક, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં પણ આજે શરૂઆતે સકારાત્મક ચાલ નોંધાતી જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં મોટા ફેરફાર થઇ શકે છે તેવી શક્યતાઓ પાછળ કેટલીક કંપનીના શેરમાં ઉછાળાની ચાલ નોંધાઇ હતી.

સિરામિક્સ કંપનીના શેરમાં સુધારો
કજરિયા સિરામિક્સ ૦.૧૮ ટકા
સેરા સેનેટરી વેર ૧.૫૮ ટકા
એશિયન ગ્રેનેટો ૦.૭૫ ટકા

કન્ઝ્યુમર ડ્યુરેબલ કંપનીના શેરમાં સુધારો
બ્લ્યુ સ્ટાર ૦.૭૮ ટકા
ક્રોમ્પ્ટન ગ્રીવ્સ ૧.૩૮ ટકા
નીલકમલ ૦.૪૪ ટકા
રાજેશ એક્સપોર્ટ્સ ૦.૩૬ ટકા

આ શેરમાં સુધારો નોંધાયો
એસબીઆઈ ૧.૨૭ ટકા
લાર્સન એન્ડ ટુબ્રો ૦.૭૭ ટકા
ICICI બેન્ક ૦.૭૪ ટકા

આ શેરમાં પ્રોફિટ બુકિંગ
ટાટા મોટર્સ ૦.૮૬ ટકા
રિલાયન્સ ૦.૮૨ ટકા
સન ફાર્મા ૦.૭૩ ટકા

You might also like