UDAN સ્કિમઃ 2500 રૂપિયામાં 1 કલાકની હવાઇ મુસાફરી જલ્દી કરો..

નવી દિલ્હીઃ સસ્તી હવાઇ મુસાફરીનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. નાગરિક ઉડ્ડિયન મંત્રી અશોક ગજાપતિ રાજૂ અને રાજ્ય મંત્રી જયંત સિન્હાએ શુક્રવારે આ સબંધે એક યોજના જાહેર કરી છે. આ સ્કિમનું નામ UDAN આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ મુસાફરો માટે ટિકિટ દર 2500 રૂપિયા પ્રતિ કલાક રાખવામાં આવ્યો છે. આ યોજનનો ઉદ્દેશ્ય દેશના અલગ  અલગ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાનો છે. “ઉડે દેશ કા આમ નાગરિક” (UDAN)  સ્કિમ અંતર્ગત પહેલી ફ્લાઇટ જાન્યુઆરી 2017ના રોજ ઉડશે.

આ યોજના અંતર્ગત 500 કિલોમીટરની ફિક્સ વિંગ એરક્રાફ્ટ ફ્લાઇટ માટે 2500 રૂપિયા પ્રતિ કલાક ભાડુ રહેશે. જેમાં તમામ પ્રકારના ટેક્સનો સમાવેશ થઇ જશે. જોકે આ સ્કિમ હેઠળ અડધી સીટ માર્કેટ રેટ પ્રમાણે ઉપલબ્ધ થશે. આ સ્કિમ માટે ફ્લાઇટની અલગ કેટેગરી બનાવવામાં આવશે.

રીજનલ ફ્લાઇટ પ્લાનમાં સબ્સિડી મોડલ લાગૂ કરવામાં આવશે અને એરલાઇન્સ પ્રતિ સીટ સબસિડી માટે બોલી લગાવશે. આ પ્રણાલી બાદ એરલાઇન્સ ઓછામાં ઓછા 9 અને વધારેમાં વધારે 40 સીટીની બોલી લગાવી શકશે.  નાગરિક ઉડ્ડિયન મંત્રી અશોક ગણપતિ રાજૂએ જણાવ્યું છે કે સરકાર UDANને લઇને ખૂબ જ સકારાત્મક વલણ ધરાવે છે. આ યોજના અંતર્ગત વધારે માહિતી બે દિવસની અંદર સરકારી ગેઝેટમાં પ્રકાશીત કરવામાં આવશે. અને આ મહિનાના અંત સુધીમાં આદેશ બહાર પાડવામાં આવશે, આ રીતનો પ્રયાસ આ પહેલાં ક્યારે પણ કરવામાં આવ્યો નથી.

You might also like