PNB ફ્રોડઃ સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરે RBI પર જવાબદારી ઢોળી

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેન્કનાં લોન કૌભાંડની જવાબદારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પર નાખતાં ચીફ વિજિલન્સ કમિશનર-સીવીસી કે.વી. ચૌધરીએ કહ્યું હતું કે આરબીઆઇએ બેન્ક કૌભાંડ થયું તે સમયગાળા દરમિયાન સ્પષ્ટ ઓડિટ કરવામાં આવ્યું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે આરબીઆઇએ ઓડિટ માટે વધુ કઠોર સિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત છે.

નોંધનીય છે કે સીવીસી રૂ. ૧૩ હજાર કરોડનાં પીએનપી કૌભાંડની તપાસ કરી રહેલી એજન્સી સીબીઆઇનાં કામકાજ ઉપર નજર રાખી રહી છે. બેન્કિંગ સેક્ટર પરનાં નિયમનની જવાબદારી રિઝર્વ બેન્ક પર છે.

વિજિલન્સ કમિશનર ચૌધરીના જણાવ્યા અનુસાર બેન્કોમાં જોખમ નક્કી કરવા કેટલાક માપદંડ હોવા જોઇએ અને તેના આધાર પર ઓડિટ કરવામાં આવવું જોઇએ, પરંતુ આરબીઆઇએ પીએનબીમાં સ્પષ્ટ ઓડિટ કર્યું ન હતું. આરબીઆઇએ દર વર્ષે અથવા બે ત્રણ વર્ષમાં એક વાર ઓડિટના બદલે જોખમ આધારિત ઓડિટની વ્યવસ્થા અપનાવવી જોઇએ. આ વ્યવસ્થા અપનાવવામાં કોઇ મુશ્કેલી નથી, પરંતુ આ પ્રકારના ઓડિટના માપદંડ પણ નક્કી થવા જોઇએ.

You might also like