23 લાખ નિવૃત્ત શિક્ષકોને મોદી સરકાર તરફથી ગિફ્ટ, પેન્શનમાં કર્યો મોટો વધારો

ન્યૂ દિલ્હીઃ કેન્દ્ર સરકારે 23 લાખથી પણ વધારે વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકો અને ગેર-શૈક્ષણિક કર્મચારીઓને એક મોટી ગિફ્ટ ઉપલબ્ધ કરાવી આપી છે. સરકારે આ લોકોનાં પેન્શનમાં 18 હજાર રૂપિયા સુધીનો નફો કરી દીધો છે.

7માં પગાર પંચને મળશે લાભઃ
આ શિક્ષક-ગેરશિક્ષકોને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવેલ છે. સરકારનાં આ નિર્ણયથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને UGC અંતર્ગત ડીમ્ડ વિશ્વવિદ્યાવલયોનાં 25 હજાર પેન્શનરોને ફાયદો થશે.

આ સિવાય રાજ્યોની એવી વિશ્વવિદ્યાલયો અને કોલેજોને પણ આનો લાભ મળશે કે જેને ત્યાં 7મું પગાર પંચ લાગુ થઇ ચૂકેલ હોય. આમાં 8 લાખ શિક્ષક અને 15 લાખ ગેરશિક્ષક કર્મચારીઓ રિટાયર્ડ થઇ ચૂક્યાં છે.

પ્રકાશ જાવડેકરે આપી વિશેષ જાણકારી:
માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ખુદ સ્વયં પોતે સરકારનાં આ નિર્ણયની જાણકારી ટ્વિટ દ્વારા આપી….

You might also like