LTC પર જનારા સરકારી બાબુઓએ શેર કરવી પડશે તસ્વીરો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાનાં કર્મચારીએ માટે માત્ર યાત્રા ભથ્થુ (એલટીસી) અંગેનાં નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેનાં હેઠળ હવે કર્મચારીઓએ રજા દરમિયાન પાડેલી તસ્વીરોનું એક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. તે ઉપરાંત રજા પર જતા પહેલા પોતાનાં ઉપરી અધિકારીને આ અંગેની જાણ પણ કરવાની રહેશે. સ્વ પ્રમાણિત દસ્તાવેજ જ તેનાં માટે પુરતો રહેશે.
ઉલ્લેખનીય છે કે, એલટીસી હેઠળ કેન્દ્ર સરકારનાં કર્મચારીએ પોતાનાં ગૃહનગર અથવા તો કોઇ અન્ય સ્થળે રજાઓ ગાળવા માટે ટીકીટ સહિતનો ખર્ચ ચુકવવામાં આવે છે. કાર્મિક વિભાગ દ્વારા તૈયતાર કરવામાં આવેલા નિયમાનુંસાર એલટીસી દરમિયાન ટીકીટનો ખર્ચ આપવા ઉપરાંત રજાઓ પણ સરભર કરી આપવામાં આવે છે. જો કે નવા નિયમો અનુસાર હવે તમામ કેસનો ઉકેલ એક મહિનામાં લાવી દેવાશે. જો કે કોઇ કર્મચારી મુખ્યમથકથી દુર રહેવાની સ્થિતીમાં દાવાનાં ઉકેલ માટે 10 દિવસ જેટલો સમય લાગી શકે છે.
સૂત્રો અનુસાર હાલનાં દિવસોમાં એલટીસીનાં દાવાઓનાં ઉકેલમાં વિભાગ અને કર્મચારીઓ બધાને તકલીફ પડતી હોવાથી. નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કાર્મિક વિભાગ હવે નવા દિશા નિર્દેશ અનુસાર કાર્ય કરશે.

You might also like