J-K: પાકિસ્તાની સેનાએ તોડ્યું સીઝફાયર, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

પુંછઃ જમ્મુ કશ્મીરના પુંછમાં પાકિસ્તાને ફરી સીઝફાયર તોડ્યું છે. લાઇન ઓફ કંટ્રોલની પાસે મેંઢર વિસ્તારમાં ગુરૂવારે સવારે પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ ફાયરિંગ કર્યું હતું. આ પહેલાં બુધવારે સાંજે પણ જમ્મુ કશ્મીરના શૌજિયા વિસ્તારમાં લાઇન ઓફ કંટ્રોલ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગઇ કાલે પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લધન કરવામાં આવ્યું હતું. આ સમયે ભારતીય પોસ્ટ પર લગભગ 20 મિનિટ સુધી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે 18 સપ્ટેમ્બરે પણ ઉરી સેક્ટરમાં આર્મી બસ પર આંતકી હુમલો થયો હતો. હુમલામાં 18 જવાનો શહીદ થયા હતા. જ્યારે 4 આંતકીઓ માર્યા ગયા હતા. ઉરી બાદ હંદવાડાના લંગેટમાં પોલીસ પોસ્ટ પર ગ્રેનેડ હુમલો થયો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારથી ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઇ છે.

You might also like