BRTSના તમામ બસસ્ટેન્ડ પર સીસીટીવી લગાવાશે

અમદાવાદ: બીઆરટીએસની મુસાફરી કરનારા ઉતારુઓ માટે સારા સમાચાર છે. આગામી સપ્ટેમ્બર મહિનાથી બીઆરટીએસનાં તમામે તમામ ૧૫૩ બસ સ્ટેન્ડ પર બે બે સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે.

આમ તો મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વી.એસ. હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ, કાંકરિયા લેકફ્રન્ટ, વસ્ત્રાપુર તળાવ, એએમટીએસ તથા બીઆરટીએસના વિવિધ બસ સ્ટેન્ડ મળીને કુલ ૬ર જગ્યાએ પપ૪ કેમેરા લગાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. આશરે ચારેક વર્ષ પહેલાં એન.કોડ સોલ્યુશન્સ કંપની નામની સરકારી કંપનીને આ માટે રૂ.૧૬.રર કરોડનો કોન્ટ્રાકટ અપાયો હતો. જે અંતગર્ત બીઆરટીએસના શિવરંજની, અખરબારનગર સહિતના ર૧ બસ સ્ટેન્ડ પર ૬૩ કેમેરા લગાવાયા છે. જેનું મોનિટરિંગ બીઆરટીએસના કંટ્રોલરૂમ ખાતેથી કરવામાં આવે છે. પરંતુ હવે બીઆરટીએસના સત્તાવાળાઓએ આઇટીએમએસ સિસ્ટમ માટેના ચક્ર ગતિમાન કર્યાં છે. આઇટીએમએસ સિસ્ટમ એટલે કે ઇન્ટેલિજન્સ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમને તંત્ર આશરે રૂ.૪૦ કરોડના ખર્ચે વિકસીત કરી રહ્યું છે. આ સિસ્ટમ હેઠળ બીઆરટીએસના તમામે તમામ બસ સ્ટેન્ડ પર બે બે સીસીટીવી કેમેરા મુકાશે.

આઇટીએમએસ સિસ્ટમ માટેનાં બે ટેન્ડર પણ તંત્ર પાસે આવી ચુક્યાં છે. પ્રાઇઝ વોટર હાઉસ નામની કંપની હાલમાં આપેલા બે ટેન્ડરનું સ્ક્રુટિની કરે છે. અને એનકોડ સોલ્યુશન્સ ઉપરાંત ઇન્ફિનિયમ આ બે અમદાવાદની કંપની આઇટીએમએસનો કોન્ટ્રાક્ટ મેળવવા મેદાનમાં છે.

આગામી સપ્ટેમ્બર મહિનામાં સુધીમાં જે તે કંપનીને આઇટીએમએસનો કોન્ટ્રાકટ અપાઇ જશે અને કોન્ટ્રાકટ મેળવનારી કંપની સપ્ટેમ્બરથી જ તમામ બસ સ્ટેન્ડ પર બે બે સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી હાથ ધરશે. જે બે મહિનામાં આટોપાઇ જશે. તમામ કેમેરામાં દશ દિવસનું ફિડબેક સાચવી શકાશે.

તમામ બસ સ્ટેન્ડ પર બે બે બીઆરટીએસ કોરીડોરમાં બિન્દાસપણે ઘૂસીને કોરિડોરના ટ્રાફિકને અસ્તવ્યસ્ત કરી દેનાર વાહનચાલકોની નંબર પ્લેટના વીડિયો ફુટેજ મેળવીને ટ્રાફિક પોલીસ વિભાગ ઘરે બેઠા ઇ મેમો ફટકારી શકાશે. આનાથી બીઆરટીએસ સર્વિસનું સમયપત્ર પણ જળવાશે.

You might also like