VIDEO: રાજકોટમાં પાટીદાર યુવક પર એસિડ એટેક, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ શહેરનાં લાપી પ્લોટ વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે ધર્મેશ પટેલ નામનાં શખ્સ પર એસિડ એટેક કર્યો છે. એસિડથી હુમલો થતાં જ ધર્મેશનાં મોઢા, હાથ, પગમાં ભારે ગંભીર ઈજા થઈ છે. આ ઘટના સર્જાતા ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે પણ ખસેડાયો છે. ત્યારે હવે આ મામલે અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઇ કાલે રાત્રે એક યુવક પર એસિડ હુમલો કરાયો હોવાંની ઘટના સામે આવી છે. શહેરનાં લાપી પ્લોટમાં ઇમિટેશનનું કારખાનું ધરાવતા ધર્મેશ પટેલ પર એક અજાણ્યાં શખ્સે એસિડથી હુમલો કર્યો હતો. જો કે આ ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.

મળતી માહિતી મુજબ લાપી પ્લોટમાં રોયલ પોલીટેક નામનું ઇમિટેશનનું કારખાનું ધરાવતા ધર્મેશ લલિતભાઇ સંઘાણી જ્યારે ગઇ કાલે રાત્રે કારખાના નજીક પોતાની કારમાંથી બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે બુકાનીધારી એક વ્યક્તિએ એસિડ ફેંક્યો હતો.

જો કે તેને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. જેને લઇ બાદમાં તેનાં કારખાનામાં કામ કરતા લોકોએ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી દીધો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવેલ. જો કે આ ઘટનાને લઇને બી ડિવીઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

You might also like