VIDEO: વડોદરામાં વૃદ્ધ મહિલાનાં દાગીના ઉતરાવી ઠગ મહિલા ફરાર

વડોદરાઃ આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત સાર્થક થઈ છે શહેરનાં રાવપુરામાં વિસ્તારમાં. રાવપુરાનાં માંડવી વિસ્તારમાં એક મહિલાને સરકારી યોજનાનો લાભ આપવાનાં બહાને અન્ય ઠગ મહિલા દાગીના ઉતરાવી ફરાર થઈ ગઈ છે.

આ ઠગ મહિલાએ સરકારી યોજનાનાં લાભનું ફોર્મ ભરાવવાની લાલચ આપી હતી અને વૃદ્ધ મહિલાનાં દાગીના ઉતરાવી લીધાં હતાં. લગભગ રૂપિયા 1.70 લાખની કિંમતનાં દાગીના હતાં. આ મામલે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જેનાં આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ મહિલાનાં દાગીના ઉતરાવી ઠગ મહિલા ફરાર
સરકારી યોજનાનું ફોર્મ ભરાવવાનાં બહાને ઉતરાવ્યા દાગીના
વૃદ્ધ મહિલાઓએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
સમગ્ર મામલો CCTVમાં કેદ
રાવપુરાનાં માંડવી વિસ્તારનો બનાવ

You might also like