VIDEO: સુરતનાં ઉધના દરવાજા પાસે કોર્પોરેશન બેંકમાં રૂ.9 લાખની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતઃ ઉધના દરવાજા નજીક આવેલી કોર્પોરેશન બેંકમાંથી રૂપિયા 9 લાખની ચોરી થઈ છે. મળતી માહિતી પ્રમાણે, બેંકમાંથી 6થી 7 અજાણ્યા શખ્સો રૂ.9 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયાં છે. જો કે બેંકમાં ચોરીને અંજામ આપનાર શખ્સો રીક્ષામાં આવ્યાં હોવાની શંકા છે. જે અંગેનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યાં છે.

જો કે હાલ ખટોદરા પોલીસે CCTV ફૂટેજનાં આધારે ચોરીને અંજામ આપનાર આ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરશે. પોલીસ CCTV ફૂટેજનાં આધારે આ સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સો કોણ છે તે અંગે હવે શોધખોળ હાથ ધરી છે.

સુરતનાં ઉધના દરવાજા નજીકની કોર્પોરેશન બેંકમાં ચોરી
6થી 7 શખ્સો દ્વારા બેંકમાં રૂ. 9 લાખની ચોરી
ચોરીની સમગ્ર ઘટના બેંકનાં CCTV કેમેરામાં કેદ
ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

You might also like