સાબરમતી જેલમાં કેદી બેરેકમાં ફોન પર વાત કરતાં સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગયો

અમદાવાદ: સાબરમતી જેલમાં મોબાઇલ મળી આવવાની ઘટના સામાન્ય બની ગઇ છે. જેલનું નઘરોળ તંત્ર જેલમાં મોબાઇલ મળી આવવાની ઘટનાઓને બહુ જ ગંભીર ન માની અને તપાસ નથી કરતી એ સ્પષ્ટ બાબત છે. પરંતુ જેલમાંથી મોબાઇલ મળી આવે છે તે હકીકત સાબિત થઇ રહી છે.

જેલમાં ફરજ બજાવતા જેલ સહાયક બુધવારે રાત્રે સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમમાં ફરજ બજાવી રહ્યા હતા. દરમ્યાનમાં નવી જેલ સર્કલ યાર્ડ નં.૩૩માં આવેલી બારીમાં આરોપી હાથમાં મોબાઇલ ફોન લઇ વાતચીત કરતાે હોવાનું જણાવ્યું હતું. જેથી તાત્કાલીક જેલમાં ફરજ બજાવતાં કર્મચારીઓ બેરેક નં.૩૩માં જઇ તપાસ કરતાં કાચા કામના કેદી સુરેન્દ્ર ઉર્ફે સંજુ ભદોરિયા (ઉ.વ.રહે.પાયલ પાર્ક સોસાયટી, હરિપુરા, હાલ રહે.મધ્યસ્થ જેલ)ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.

બાઇલ ફોન પર વાતચીત કરતાં રંગે હાથ ઝડપાઇ જતાં પોલીસે તેની પૂછપરછ કરતાં આ મોબાઇલ ફોન તેનો જ છે અને અવારનવાર પોતે ફોનથી બહાર વાતચીત કરતો હતો. જેલે આ અંગે આરોપી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યાે છે.

You might also like