Categories: Gujarat

આ ગ્રામ પંચાયતમાં ‘ત્રીજી આંખ’થી ફફડે છે તલાટી, અટકી પડ્યાં વિકાસ કાર્યો

હિંમતનગર: સામાન્ય રીતે કેટલીક જગ્યાઓ શાપિત હોય છે કે જ્યાં લોકો પગ મુકતા પણ ગભરાય છે, ત્યારે સાબરકાંઠા જીલ્લામાં પણ છે એક આવી ગ્રામ પંચાયત, કે જ્યાં તલાટીઓ પગ મુકતાં ભયનો અનુભવ કરે છે. શું અહીં છે ભૂત પ્રેત, કે પછી છે કઈ બીજું, જોઈએ આ અહેવાલમાં…

વાત કરીએ હિંમતનગર તાલુકાનું સવગઢ ગામની, હિંદુ અને મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામના લોકો છેલ્લા ચાર માસથી તલાટી કમ મંત્રીની માંગ કરી રહ્યા છે, પરંતુ અહીં કોઈ તલાટી પગ મુકવા પણ તૈયાર નથી, અને એનું કારણ કોઈ ભૂત કે પછી પ્રેત નહિ પરંતુ CCTV કેમેરા છે.

હા, વાત જાણે એમ છે કે આ ગ્રામ પંચાયત સજ્જ છે CCTV કેમેરાથી, અને એના લીધે જ પાંચેક મહિના પહેલા અહીં ફરજ બજાવતા તલાટીને એસીબીએ ઝડપી પાડયો હતો. બસ ત્યારથી અહીં કોઇ આવવા માટે તૈયારી નથી. જેના કારણે વિકાસના કામો અટકી ગયા છે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વ તલાટીની એ.સી.બી દ્વારા અટકાયત થયા બાદ ગામ લોકોની માંગને પગલે અત્યાર સુધીમાં ચાર તલાટીનો ઓર્ડર ક્રમશ અહીં કરવામાં આવ્યા છે, પરંતુ CCTV કેમારાના ડરે ચારમાંથી એક પણ તલાટી સવગઢ ગામમાં હાજર થવા તૈયાર નથી. જેથી ગામલોકોની વારંવારની માંગને લઈને હાલમાં જીલ્લા પંચાયત દ્વારા બાજુના પરબડા ગામના તલાટીને સવગઢનો ચાર્જ આપવામાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓ CCTV કેમેરાની ત્રીજી આંખથી કેટલા ડરી રહ્યા છે અને શા માટે ડરી રહ્યા છે તે આ ઘટના બતાવી આપે છે. ત્યારે છેલ્લે તો હવે એટલું જ કહી શકાય કે જયારે આ પંચાયતમાંથી CCTV કેમેરા હટાવાશે ત્યારે જ ગામલોકોને કાયમી તલાટી મળશે.

admin

Recent Posts

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

47 mins ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

1 hour ago

રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકરા પ્રહાર, કહ્યું,”પ્રધાનમંત્રી ભ્રષ્ટ છે”

ન્યૂ દિલ્હીઃ રાફેલ વિમાનનાં કરાર પર ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંક્વા ઓલાંદનાં નિવેદન બાદથી કેન્દ્ર સરકાર આલોચનાઓનાં ઘેરે આવી ગઇ છે.…

2 hours ago

એક વાર ફરી પડદે દેખાશે નોરા ફતેહીનો “દિલબર” અંદાજ, ટૂંક સમયમાં આવશે અરબી વર્ઝન

મશહૂર બેલી ડાન્સર નોરા ફતેહી બોલીવુડ ફિલ્મ "સત્યમેવ જયતે"માં આઇટમ નંબર "દિલબર"થી લોકોનાં દિલમાં ધમાલ મચાવી ચૂકેલ છે. આ ગીતથી…

3 hours ago

અમદાવાદ શહેરમાં સ્વાઇન ફલૂથી વધુ એકનું મોત

અમદાવાદ: શહેરમાં સ્વાઇન ફલૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઇન ફલૂથી ચાલુ મહિનાના ૧પ દિવસમાં ૧૦…

3 hours ago

Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ, કિંમત આપનાં બજેટને અનુકૂળ

મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી વધારે વેચાનારી કાર સ્વિફ્ટનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી લીધું છે. આ સાથે આ કારનાં માર્કેટમાં 12…

4 hours ago