CBSE ધોરણ-૯ના અભ્યાસક્રમમાં નવા સત્રના પ્રારંભથી થશે ફેરફાર

અમદાવાદ: સીબીએસઇ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯ના નવા સત્રથી ધોરણ-૯ના અભ્યાસક્રમની પદ્ધતિમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ ભણવાની સાથે-સાથે એકસ્ટ્રા ક‌િરક્યુલમ  એક્ટિવિટી ઉપર પણ વધારે ધ્યાન આપવું પડશે. એકસ્ટ્રા ક‌િરક્યુલમ એ‌ક્ટિવિટી પર ફોક્સ રહે તે બાબત પર અભ્યાસક્રમમાં વધુ ભાર અપાશે. સાથે-સાથે કોઇ વિદ્યાર્થીને વોકેશનલ કોર્સમાં જોડાવું હશે તો પણ તે પાંચ પ્રકારના વોકેશનલ અભ્યાસક્રમમાંથી એકની પસંદગી કરી શકશે.

આગામી વર્ષ શૈક્ષણિક વર્ષથી અંગ્રેજી ભાષા અને લિટરેચરના વિષયમાં મોટા પાયે ફેરફાર કરાશે, જેમાં અભ્યાસનું કન્ટેન્ટ વિદ્યાર્થીને ભણવામાં રસ પડે તે પ્રકારનું હશે. નવા તૈયાર કરાયેલા અભ્યાસક્રમમાં ક‌િરક્યુલમમાં વિદ્યાર્થીઓને કુલ ૮૦ માર્ક્સનું વેઇટેજ આપવામાં આવશે, જેમાં રીડિંગ સ્કિલ્સના ર૦ અને રાઇ‌િટંગ ‌િસ્કલના ૩૦ માર્ક્સનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત ‌િલટરેચર, ટેક્સ્ટબુક અને સ‌િપ્લમેન્ટરી રાઇ‌ટિંગ ટેક્સ્ટ માટે પણ ૩૦ માર્ક્સ ફાળવવામાં આવ્યા છે.

તાજેતરમાં સીબીએસઇ દ્વારા તમામ શાળાઓને આદેશ કરાયો છે કે ધોરણ-૯થી ૧રના વિદ્યાર્થીઓને પીટી અને હેલ્થ એજ્યુકેશનના પિરિયડ ફર‌િજયાત ભણાવવા. વિદ્યાર્થીના ઓવરઓલ ડેવલપમેન્ટને ધ્યાને લેતાં સીબીએસઇ હવે ભણતરની સાથે ગણતર પણ શીખવાડશે.

આગામી શૈક્ષ‌િણક સત્રથી વિદ્યાર્થીઓ ભણવાનું અને જીવનની વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે સંતુલન કરવું તેવી ‌િસ્કલ ડેવલપ કરવા માટે વોકેશનલ કોર્સ પણ ભણી શકશે. સીબીએસઇ બોર્ડ દ્વારા આગામી વર્ષથી પ પ્રકારના વોકેશનલ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં સેકન્ડરી લેવલ પર ૧પ અને સિનિયર સેકન્ડરી લેવલ ઉપર કુલ ૪૦ જુદા જુદા પ્રકારના કોર્સ વિદ્યાર્થીઓને આપવામાં આવશે, જેમાંથી વિદ્યાર્થીએ તેની પસંદગીનો કોર્સ લેવાનો રહેશે, તેના માટે સીબીએસઇના ઓનલાઇન પોર્ટલ પર ૩૦ જૂન સુધી જે તે શાળાએ ર‌િજસ્ટ્રેશન કરાવી લેવું પડશે.

જે તે શાળાની ઓનલાઇન પોર્ટલ પર નોંધણી થયા બાદ સીબીએસઇ દ્વારા તે શાળામાં કોર્સ શરૂ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે. આ તમામ પ્રક્રિયાઓ પૂરી થયા પછી શાળાઓ આ કોર્સ શરૂ કરી શકશે. આમ, હવે સીબીએસઇ એજ્યુકેશનને પ્રેકટિકલ બનાવવાનો પ્રયાસ કરશે.

You might also like