CBSE: સસ્પેન્સ ખતમ, ધોરણ-12નું પરિણામ જાહેર

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇનું 12માં ધોરણું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. પરિણામ જાહેર થયા બાદ તમે તેની વેબસાઇટ www.cbse.nic.in અથવા www.cbseresults.nic.in. પર જાણી શકાશે. 10 લાખ 98 હજાર 891 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે બેવડી ખુશીના સમાચાર છે. વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાની પોલિસી ચાલુ રાખવા સીબીએસઈ તૈયાર છે. અહેવાલો અનુસાર સીબીએસઈ હવે મોડરેશન પોલિસીને લઈ સુપ્રીમ કોર્ટમાં જશે નહીં.

આ વર્ષે સીબીએસઈએ વિદ્યાર્થીઓને માર્ક્સ વધારવાની પોતાની નીતિ અર્થાત્ મોડરેશન પોલિસીને નાબૂદ કરવાનો નિર્ણય કર્યો હતો. સીબીએસઈના આ નિર્ણયને એક વકીલ અને એક વાલીએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેના પર દિલ્હી હાઈકોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો.  હાઈકોર્ટે સીબીએસઈને મોડરેશન નીતિ જારી રાખવાનો નિર્દેશ આપ્યો છે.

સીબીએસઈએ એચઆરડી પ્રધાનને મળ્યા બાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે એવા સમાચાર મળે છે કે સીબીએસઈએ પોતાનો ઈરાદો બદલી નાખ્યો છે અને હવે સુપ્રીમ કોર્ટમાં જશે નહીં. સીબીએસઈના ધો. ૧૨નું પરિણામ ૨૪ મેના રોજ આવવાનું હતું, પરંતુ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામની જાહેરાતમાં વિલંબ થયો છે.
http://sambhaavnews.com/

You might also like