CBSEનો વિવાદઃ એચ.બી. કાપડિયા સ્કૂલનાં મહિલા પ્રિન્સિપાલની ધરપકડ

અમદાવાદ: ગુરુકુળ વિસ્તારમાં આવેલી એચ.બી.કાપડિયા સ્કૂલ દ્વારા સીબીએસઇની માન્યતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી છેતરપિંડી આચરવા બદલ ઘાટલોડિયા પોલીસે સ્કૂલનાં પ્રિન્સિપાલ પૂનમબહેન સેડાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. અગાઉ પોલીસે સ્કૂલના ટ્રસ્ટી મુક્તક કાપડિયાની પણ ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ એચ.બી.કાપડિયા સ્કૂલ દ્વારા ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી સીબીએસઇની ફી ઉઘરાવવામાં આવી હતી. વાલીઓ દ્વારા સ્કૂલની માન્યતા અંગે ખરાઇ કરાતાં સ્કૂલને સીબીએસઇની કોઇ માન્યતા પ્રાપ્ત ન હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો તેમજ જિલ્લા શિક્ષણધિકારીઓને રજૂઆત કરી હતી.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં સ્કૂલના ટ્રસ્ટી મુક્તક કાપડિયા અને પ્રિન્સિપાલ પૂનમબહેન સેડાની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે મુક્તક કાપડિયાની ધરપકડ કરી હતી. ગઇ કાલે પ્રિન્સિપાલ પૂનમબહેન એડાની (રહે.વરતાલી એપાર્ટમેન્ટ, નવરંગપુરા)ની પોલીસે ધરપકડ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like