CBSE ધોરણ 10 નું પરિણામ જાહેર, ગુરગાવની પ્રખર મિત્તલ 499 માર્ક્સ સાથે પ્રથમ

CBSE એ ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યુ છે. જેમાં આ વખતનું પરિણામ 86.70 ટકા આવ્યુ છે. જેમાં તીરુવનંતપુરમનું 99.60 ટકા, ચેન્નઈનું 97.37 ટકા, અજમેરનું 91.86 ટકા
પરિણાણ આવ્યા છે જેમાં ગુરદાવની પ્રખર મિત્તલ 499 માર્ક્સ સાથે પ્રથમ આવી છે. વિદ્યાર્થી બોર્ડની ઓફિશ્યિલ વેબસાઈટ CBSE.NIC.IN પર જઈને પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે
છે. ધોરણ 10 ની પરીક્ષામાં આ વખતે 80 ટકાથી વધારે માર્ક્સ 131493 વિદ્યાર્થીઓને આવ્યા છે તેમજ 95 ટકાથી વધારે માર્ક્સ 27476 બાળકોએ પ્રાપ્ત કર્યા છે. આ સાથે જ દિવ્યાંગ
વિદ્યાર્થીમાં 489 માર્ક્સ સાથે અનુષ્કા અને સાન્યા ગાંધી પહેલા સ્થાન પર છે જ્યારે સૌમ્યદીપ પ્રધાન 484 માર્ક્સ સાથે ત્રીજા સ્થાન પર છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 10 અને 12
ની બોર્ડ પરીક્ષાઓ 5 માર્ચ 2018 થી શરૂ થઈ હતી. આ વર્ષે 8 વર્ષ બાદ 10 ના વિદ્યાર્થીઓનો અનિવાર્ય રૂપથી બોર્ડ પરીક્ષાઓમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. CBSE ના અનુંસાર,
આ વર્ષે 16,38,428 વિદ્યાર્થીઓએ 10 મા ધોરણની બોર્ડ પરિક્ષા માટે નોંધણી કરાવી હતી.

આમ ચેક કરો રિઝલ્ટ-

CBSE બોર્ડની ઓફિશ્યિલ વેબસાઈટ CBSE.NIC.IN HJ લોગ ઈન કરો

ત્યાર બાદ હોમ પેજ પર CBSE 10TH RESULT 2018 વાળા લિંક પર ક્લિક કરો

તમારો રોલ નંબર નાખો

રિઝલ્ટને ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ નિકાળી લો

એસએમએસ તેમજ ફોનથી
વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ એસએમએસ વડે પણ જોઈ શકે છે. તેના માટે તેમને CBSE10<રોલ નંબર><સેન્ટર નંબર> લખીને 7738299899 પર મોકલો.

IVRS વડે ફોન નંબર 24300699 (દિલ્હી માટે) અને 011-24300699 (દિલ્હીથી બહાર માટે) ના વડે રિઝલ્ટ જોઈ શકો છો.

You might also like