ઉન્નાવ રેપ કેસમાં CBI આજે MLAનો નાર્કો ટેસ્ટ કરાવે તેવી સંભાવના

નવી દિલ્હીઃ યુપીના ચકચરી એવા ઉન્નાવ રેપ કેસમાં આજે સીબીઆઈ આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનાે નાર્કો ટેસ્ટ કરાવે તેવી સંભાવના છે. આ માટે સીબીઆઈ ધારાસભ્યને સ્થળની ઓળખવિધિ કરાવવા માટે આજે ઉન્નાવ લાવશે. આ પહેલાં સીબીઆઈએ આ મામલે શશિસિંહની ૧૬ કલાક પૂછપરછ કરી હતી. કેસમાં ફરિયાદીએ એવો આક્ષેપ કર્યો છે કે ગુંડાઓ પીડિત પરિવારને ગામ છોડવાની ધમકી આપી રહ્યા છે.

બીજી તરફ પીડિતા યુવતીના કાકાએ જણાવ્યું છે કે તેમનો ભત્રીજો ચાર દિવસથી ગાયબ છે. ધારાસભ્ય અને તેમના ભાઈ અતુલસિંહના લોકો ગામમાં ફરી રહ્યા છે. પરિવારના લોકો પર નજર રાખવામાં આવી રહી છે અને તેમના જીવનું જોખમ છે. ઉલ્લેખનીય છે કે સગીરા સાથે રેપ અને તેના પિતાના મોતના મામલે ગત શુક્રવારે ધારાસભ્ય અને તેના પહેલાં ભાઈ અતુલસિંહની ધરપકડ થઇ ચૂકી છે. કેસની તપાસ સીબીઆઇના હાથમાં છે.

યુવતીના કાકાએ એવો પણ આરોપ કર્યો છે કે કુલદીપ સેંગરના કેટલાક ગુંડાઓ શનિવારે બે ગાડીમાં ગામડે આવ્યા હતા અમને ગામ છોડી દેવા માટે કહ્યું. બીજી બાજુ આરોપી અતુલસિંહ જેલથી પોતાના ગુંડાઓ સાથે વાતો કરે છે. અમારા લોકોનો પળેપળનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ગેંગ રેપ કેસમાં આરોપી ધારાસભ્યને કોર્ટ પાસેથી રાહત મળી નથી.

divyesh

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

9 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

10 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

11 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

11 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

13 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

14 hours ago