Browsing Category

video

“લવરાત્રિ” ફિલ્મનું નામ બદલી “લવયાત્રિ” કરાતા શિવસેનાનાં કાર્યકરોની ઉજવણી

વડોદરાઃ સલમાન ખાનની લવરાત્રિ ફિલ્મનાં નામને લઈને છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હવે આ ફિલ્મનું નામ બદલીને 'લવયાત્રિ' રાખવામાં આવ્યું છે. ત્યારે હવે વડોદરામાં શિવસેનાનાં કાર્યકરો દ્વારા વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.…

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત કરી. લોકસભાની આગામી ચૂંટણીઓને લઇને સમર્થકો સાથે તેઓએ બેઠકમાં વિશેષ ચર્ચા કરી. પ્રેસ કોન્ફરન્સ…

હાર્દિકને કયા રાજકીય નેતાએ પીવડાવ્યું પાણી?, મનપા ક્લાર્ક પરીક્ષામાં ભાંગરો વટાયો

ગાંધીનગરઃ એક તરફ સરકાર હાર્દિકનાં 19 દિવસનાં ઉપવાસને ગણકારતી નથી તો બીજી તરફ ગાંધીનગર મહાનગર પાલિકાની ભરતીમાં હાર્દિક પટેલ વિશે પ્રશ્ન પૂછવામાં આવતા એક મોટો વિવાદ સર્જાયો છે. મનપા ક્લાર્કની પરીક્ષાનાં પેપરમાં હાર્દિક પટેલે કોનાં હાથે પાણી…

સુરતમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપાયો, 2.38 લાખનો મુદ્દામાલ કરાયો કબ્જે

સુરતઃ પીપલવાડા-ફેડરિયા રોડ પરથી સાગી લાકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. માંડવી ફોરેસ્ટ વિભાગે સાગી લાકડાથી ભરેલ ટેમ્પો ઝડપ્યો છે. રૂ.1.86 લાખની કિંમતનાં 31 નંગ સાગી લાકડાંઓ મળી આવ્યાં છે અને ત્યાંથી ટેમ્પો ચાલક પણ ફરાર થઇ ગયો છે. ફોરેસ્ટ વિભાગે…

સંકટ વેળાએ દાખવી માનવતા, દાતાને જમીન પરત કરી બન્યાં સાચા સંતનું ઉત્તમ ઉ.દા.

જૂનાગઢઃ જાણીતા સાધુ એવાં ઈન્દ્રભારતી બાપુની ઉદારતાનો એક કિસ્સો સામે આવ્યો છે. બાપુએ 2004માં મળેલી 7 કરોડની જમીન દાતાને પરત કરી છે. બાપુએ દાતાની સ્થિતિ જોઈને પોતાનાં કાર્યક્રમમાં જમીન પરત આપવાની જાહેરાત કરી હતી. બાપુએ વીકીભાઈને 27 વીઘા જમીન…

સુરતઃ રખડતા પશુઓ મામલે મનપા અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ

સુરતઃ શહેરમાં પશુપાલકોની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રખડતા પશુઓને પકડવા માટે આવેલા મનપાનાં અધિકારીઓ સાથે પશુપાલકોએ મળીને દાદાગીરી કરી છે. ગાયને છોડાવવા માટે પશુપાલકોએ મારામારી કરી હતી. મહત્વનું છે કે, શહેરમાં રસ્તા વચ્ચે…

ગૂજરાત વિદ્યાપીઠને લજવતો કિસ્સો, ઉધોગ શિક્ષક દ્વારા વિધાર્થીનીની જાતીય સતામણી

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. વિદ્યાપીઠમાં ઉદ્યોગ ચલાવતા શિક્ષક ભુપત સરવૈયા સામે જાતિય સતામણીની એક વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે. વિદ્યાર્થિનીએ મહિલા સેલમાં આ આરોપી શિક્ષક સામે ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ…

પોલીસ પુત્રની રાક્ષસી કરતૂત સામે ગૃહમંત્રીની લાલ આંખ, એક ફોને કરાઇ ધરપકડ

ન્યૂ દિલ્હીઃ સોશિયલ મીડિયા પર દિલ્હીની એક યુવતીને માર મારવાનો એક વીડિયો વાઇરલ થયા બાદ કેન્દ્ર સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લીધો. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનાં કડક આદેશ બાદ દિલ્હી પોલીસે આરોપી રોહિત તોમરની ધરપકડ કરી લીધી છે અને આગળની…

નરોડાઃ પતિની પ્રેમિકાની આત્મા હેરાન કરતી હોવાનો વ્હેમ, પરિવારે કર્યો સામૂહિક આપઘાત

અમદાવાદઃ શહેરનાં નરોડામાં પરિવારનાં સામુહિક આપઘાત મામલે DCP નિરજ બડગુર્જરે જણાવતા કહ્યું કે, કૃણાલને ઈન્દોરમાં કોલેજ દરમ્યાન એક યુવતી પ્રેમ કરતી હતી. કૃણાલની આ પ્રેમિકાએ આપઘાત કરી લેતા તે માનસિક તણાવમાં રહેતો હતો. પ્રેમિકાનાં આપઘાત બાદ તેણે…

ગાંધી અને સરદારનાં ગુજરાતમાં તાનાશાહી શાસન, પોલીસનું કાયદા વિરૂદ્ધનું કામઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ આજનાં બુધવારનાં દિવસે સતત 19 દિવસનાં ઉપવાસનાં પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી. જેમાં હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે,"હું 3 માંગણીઓ સાથે નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો હતો. અલ્પેશને 3 વર્ષ બાદ ખોટા કેસમાં જેલમાં…