સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે શખ્સો વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. છેલ્લા ઘણા સમયથી બે શખ્સો દ્વારા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ…

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા હેઠળ આવનારા આ તમામ વર્ગ માટે હવે ગુમાસ્તાધારાનું સર્ટિફીકેટ ઓનલાઇન મળતું થયું છે.…

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા ર૬૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ દીપક ઝાનો હોય તેવી પોલીસબેડામાં ચર્ચા છે. આર્ચર કેર ડીજી એલએલપી કંપની…

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન આપવાને બદલે કરોડો રૂપિયાના ખર્ચે સ્કૂલબોર્ડની નવી ઓફિસનું બિલ્ડિંગ બનાવવા જેવી રાજાશાહીના જમાના…

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે ટકરાઈ જતા થયેલા અકસ્માતમાં શાળાના ૧૬ બાળકો ઘાયલ થયા છે, જ્યારે બસના ડ્રાઈવર અને કન્ડક્ટરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.…

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર આવેલા તુ‌િલપ બંગલો પાસેથી અપહરણ કરીને બે શખ્સોએ તેની કાર અને ૩પ૦૦ રૂપિયાની લૂંટ ચલાવતા ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીની…

શિવમ, સોનારિયા આવાસ યોજનાના રિડેવલપમેન્ટ માટે રૂપિયા 145.28 કરોડના ટેન્ડર બહાર પડાયાં

અમદાવાદ: તાજેતરમાં ઓઢવમાં ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા શિવમ આવાસ યોજનાના બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા શહેરભરના મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સ, હેલ્થ ક્વાર્ટર્સ વગેરેનો સર્વ હાથ ધરાયો હતો, જેના આધારે સત્તાવાળાઓએ રિડેવલપમેન્ટ…

અમરાઇવાડીમાં રાતે ઘરમાં ઘૂસીને યુવકની દોરીથી ગળાફાંસો આપી હત્યા

અમદાવાદ: શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણસર હત્યાના બનાવ બની રહ્યા છે ત્યારે રબારી કોલોની ખાતે વધુ એક યુવકની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી…

બોલિવૂડમાં નિષ્ફળ જાવ તો ખૂબ જૂતાં પડે છેઃ અર્જુન રામપાલ

છેલ્લાં પાંચ વર્ષમાં 'રોય', 'રોકઓન-૨', 'કહાની-૨' અને 'ડેડી' જેવી નિષ્ફળ ફિલ્મો કરી ચૂકેલ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ કહે છે કે બોલિવૂડ અને ગ્લેમરની દુનિયામાં કરિયર બનાવવી સરળ નથી. અહીં સફળ થાવ તો ખૂબ જ પ્રશંસા અને તાલીઓ મળે છે, પરંતુ…

સોમવારે RBI બોર્ડની બેઠક બજારની ચાલ કરશે નક્કી

નવી દિલ્હી: હવે શેરબજારની નજર સોમવારે યોજાનારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક પર મંડાયેલી છે. સરકાર અને રિઝર્વ બેન્કના ઉગ્ર મતભેદો વચ્ચે સોમવારે રિઝર્વ બેન્ક બોર્ડની બેઠક યોજાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ…