Browsing Category

Top Stories

રાજૌરી અને પુંચમાં પાકિસ્તાનનો ગ્રેનેડથી હુમલોઃ બે ઘૂસણખોર ઠાર

પુંચ: પાકિસ્તાન સેનાએ થોડા દિવસો બાદ ફરી એલઓસી પર ફાયરિંગ કરતાં ગઈ કાલે રાજૌરી અને પુંચમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાના હેતુથી ગ્રેનેડથી હુમલો કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ હુમલા બાદ ભારતીય સેનાએ પણ વળતો આકરો પ્રહાર કરતાં બે…

કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીતશે ભાજપઃ સુબ્રમણ્યમ સ્વામી

બેંગાલુરૂઃ ભાજપનાં નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો દાવો કર્યો છે કે આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ વિજેતા બનશે. સ્વામીનાં કહેવા અનુસાર અલ્પસંખ્યક મત વિખેરાઇ જતા અને અનેક સંખ્યામાં હિંદુ મત મળતા પાર્ટી જરૂરથી જીતશે. સુબ્રમણ્યમ…

INDvsSA: પ્રથમ T-20 મેચમાં ભારતનો 28 રને વિજય, ભુવનેશ્વરે ઝડપી 5 વિકેટ

ટીમ ઇન્ડીયાએ સાઉથ આફ્રિકાને જોહાનિસબર્ગનાં વાંડરર્સ સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં 28 રન સાથે કારમો પરાજય આપ્યો છે. આ સાથે જ વિરાટ બ્રિગેડે ત્રણ મેચોની આ ટી-20 સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. આ મેચમાં ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરનાર…

પીએમ મોદીએ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો કર્યો શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારનાં રોજ મુંબઇવાસીઓને બીજા એરપોર્ટની મોટી ભેટ આપી છે. મોદીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મળીને નવી મુંબઇ એરપોર્ટનો શિલાન્યાસ રાખ્યો. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે,"વૈશ્વીકરણ…

VIDEO: ગુજરાતની પોલીસ દાદાગીરી કરે છે, તારા બાપનું ગુજરાત છેઃ મેવાણી

અમદાવાદઃ જમીન વિવાદ મામલે આત્મવિલોપન કરનારા દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના મોત બાદ સમગ્ર ગુજરાતમાં દલિતો દ્ધારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધને પગલે ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગર અને અમદાવાદ બંધનું એલાન…

PM મોદીના હસ્તે દિલ્હીમાં નવા BJP કાર્યાલયનું ઉધ્ધાટન, આધુનિક સુવિધાઓથી સજ્જ

કેન્દ્ર સહિત અનેક રાજ્યોમાં સત્તા પર રહેલ ભાજપે આજે તેમના નવા મુખ્ય કાર્યાલયનું ઉધ્ધાટન કર્યું છે. અંદાજે 34 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનું સરનામું બદલાવા જઇ રહ્યું છે. ભાજપની જૂની ઓફિસ 11 અશોક રોડને ખાલી કરવામાં આવશે અને હવે નવા સરનામા 6…

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન, સીપીએમ-ભાજપ વચ્ચે ટક્કર

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 59 બેઠક પર આજે મતદાન યોજાઇ રહ્યું છે. અહીં સવારે સાત વાગ્યાથી જ લોકો પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચી ગયા છે. ઘણા બૂથ પર મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સવારે ટ્વિટ કરી ત્રિપુરાના…

PNB કૌભાંડ: કોંગ્રેસે PM મોદી, BJPએ રાહુલ-સંઘવી પર કર્યા પ્રહાર

પંજાબ નેશનલ બેન્કમાં 11,300 કરોડ રૂપિયાના કૌભાંડ પર રાજકારણ ગરમાયું છે. આજે આ મામલે કોંગ્રસ અને ભાજપે એક વાર ફરી આ કૌભાંડને લઇને એક-બીજા પર આકરા પ્રહાર કર્યા. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીને આ…

યુપીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે બે બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા

લખનૌ: ઉત્તર પ્રદેશની લોકસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસે બે સીટ માટેના ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ફૂલપુર સીટ પરથી મનીષ મિશ્રા અને ગોરખપુરથી સુરહિતા કરીમને ચૂંટણી જંગમાં ઉતારવામા આવ્યા છે. યુપીની આ પેટા ચૂંટણીને રાજકીય પાર્ટીઓ…

ઇરાનના રાષ્ટ્રપતિ રૂહાની PM મોદીને મળ્યાં, ચાબહાર પોર્ટને લઇને થઇ શકે છે સમજૂતિ

ત્રણ દિવસની ભારત મુલાકાતે પહોંચેલા ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ઇરાનના રાષ્ટ્રપતિએ ભારતના રાષ્ટ્રપતિ રામાનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીને…