Browsing Category

Top Stories

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે ટકરાઈ જતા થયેલા અકસ્માતમાં શાળાના ૧૬ બાળકો ઘાયલ થયા છે, જ્યારે બસના ડ્રાઈવર અને કન્ડક્ટરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.…

સબરીમાલા વિવાદ: હિન્દુ મહિલા નેતાની ધરપકડ થયા બાદ ‘કેરળ બંધ’નું એલાન

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સરબીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે થઈ રહેલો વિરોધ અને વિવાદ સતત વધતો જાય છે. ભગવાન અયપ્પાનાં દર્શન કરવા માટે પહોંચેલી મહિલાઓને પ્રદર્શનકારીઓના ઉગ્ર વિરોધ અને રોષનો સામનો કરવો પડે છે. આજે આ વિવાદ ઘણો વધી ગયો…

બ્રિટનની કોર્ટે તિહાર જેલને ‘સુરક્ષિત’ ગણાવી: વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે હવે માર્ગ મોકળો

લંડન: બ્રિટનની એક કોર્ટનો ચુકાદો ભાગેડુ ‘લિકર કિંગ’ વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. યુકેની કોર્ટે તિહાર જેલને ‘સુરક્ષિત અને સલામત’ પરિસર ગણાવીને જણાવ્યું છે કે તિહાર જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યર્પણ કરી શકાય…

પાકિસ્તાનના કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ: બે લોકોનાં મોત, આઠને ગંભીર ઈજા

કરાચી: પાકિસ્તાનની વ્યાપારિક રાજધાની કરાચીમાં થયેલા ભયંકર બોમ્બ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે અને આઠને ગંભીર ઈજાઓ થઈ છે. મલિર જિલ્લામાં થયેલા આ વિસ્ફોટથી અનેક ઈમારતને પણ મોટું નુકસાન થયું છે. બ્લાસ્ટથી ભીડભાડવાળા આ વિસ્તારમાં ભારે…

સાઉદીના પ્રિન્સ સલમાને ખશોગીની હત્યા કરાવીઃ CIA

ન્યૂયોર્કઃ અમેરિકન સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના જણાવ્યા અનુસાર તુર્કીના પત્રકાર જમાલ ખશોગીની હત્યા સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આદેશ પર કરવામાં આવી હતી. આ સંબંધમાં સીઆઈએ પોતાનું તપાસ અહેવાલ સુપ્રત કરી દીધો છે.…

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ વિવાદમાં બજરંગદળે પણ ઝુકાવ્યું છે અને જાહેરાત કરી છે કે તેના સ્વયંસેવકો પણ તાજમહાલ સંકુલમાં પૂજાપાઠ કરશે.…

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી નથી. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે સતત વધી રહેલા વિવાદ વચ્ચે આજે મંદિરનાં દ્વાર ફરી એક વખત…

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી હતી. ગાજા તોફાનમાં અત્યાર સુધી ૧૧નાં મોત થયાં છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને રૂ.૧૦-૧૦ લાખનું…

રાજસ્થાન ચૂંટણીઃ કોંગ્રેસે જાહેર કરી પ્રથમ યાદી, રાહુલ ગાંધીના નિવાસ પર કાર્યકરોનો હંગામો

કોંગ્રેસ ગુરૂવારે રાતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 132 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જો કે યાદી જાહેર થયાની સાથે જ કોંગ્રેસ કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. નારાજ કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસ અધ્યક્ષના ઘરની બહાર હોબાળો મચાવ્યો…

પાક અધિકૃત કાશ્મીરને પોતાનું રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની આ છે નવી ચાલ

ભારતના વિરોધ છતાં પાકિસ્તાન પોતાના કબજાવાળા કાશ્મીરને સત્તાવાર રીતે પોતાની સરહદમાં ભેળવવા માટે નવા પેંતરા કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારે ગુરૂવારે એક સમિતિનું ગઠન કર્યું, જે ગિલગિત-બાલ્ટિસ્તાન (પીઓકે)ની કાનૂની વ્યવસ્થાની સમીક્ષા કરશે.…