વાવરિંકા આઠમી વાર ચેન્નઈ ઓપનમાં રમશે  

ચેન્નઈઃ બે વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા વાવરિંકા આઠમી વાર એરસેલ ચેન્નઈ ઓપનમાં રમશે, જે તા. ૪થી ૧૦ જાન્યુઆરી દરમિયાન રમાશે. સ્વિટ્ઝર્લેન્ડના બે વારના ચેમ્પિયન વાવરિંકાની નજર સતત ત્રીજા ચેન્નઈ ઓપન ખિતાબ પર છે. આ વર્ષે તે ફ્રેંચ ઓપન જીતી ચૂક્યો…

પવાર અને જેટલી નક્કી કરશે BCCIનો નવો બોસ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ જગમોહન દાલમિયાના નિધન બાદ હવે નવા અધ્યક્ષની પસંદગી ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ પવાર અને કેન્દ્રીય નાણાપ્રધાન તેમજ ડીડીસીએના ભૂતપૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી પર નિર્ભર રહેશે. બીસીસીઆઇના એક…

જીત નિશ્ચિત થશે તો જ રાજીવ શુક્લા ચૂંટણી લડશે

સૂત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા જીત નિશ્ચિત થશે તો મેદાનમાં ઊતરશે. તેઓ ત્યારે જ ચૂંટણી લડશે, જ્યારે જેટલી અને શરદ પવાર તેમને સાથ આપશે અને જરૂરી બહુમતી તેમજ પૂર્વ ક્ષેત્રના ક્રિકેટ બોર્ડ પાસેથી જરૂરી સમર્થન મળી જશે. જોકે…

‘જો રિયોમાં સારું નહીં રમે તો લિએન્ડર નિવૃત્તિ લેશે’

નવી દિલ્હીઃ ભારતના શાનદાર ટેનિસ ખેલાડીઓમાંનો એક લિએન્ડર પેસ આગામી વર્ષે રિયોમાં યોજાનાર ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લઈ શકે છે. લિએન્ડરના પિતા વેસ પેસે કહ્યું કે જો લિએન્ડર રિયોમાં સારું નહીં રમે તો તે ટેનિસ રમવાનું ચાલુ નહીં રાખે. વેસ પેસે કહ્યું…

શનિવારે છેલ્લી વાર રિંગમાં ઊતરશે મેવેદર

લાસ વેગાસઃ દુનિયાનાે દિગ્ગજ બોક્સર અમેરિકાનો ફ્લોઇડ મેવેદર શનિવારે અંતિમ વાર અમેરિકાના જ બોક્સર એન્ડ્રે બર્ટો સામે રિંગમાં ઊતરશે. ત્યાર બાદ તે પ્રોફેશનલ બોક્સિંગને અલવિદા કહી દેશે. જોકે મેવેદર અગાઉ ઘણી વાર નિવૃત્તિની વાત કહી ચૂક્યો છે. …

કાશ્મીરની પીટી ઉષાઃ ઇંશા રોજ ૧૦ કિલોમીટર દોડે છે

શ્રીનગરઃ તે પાછલાં સાત વર્ષમાં ૭૫,૦૦૦ કિલોમીટરની દોડ લગાવી ચૂકી છે. રોજ ઓછામાં ઓછી ૧૦ કિલોમીટરની દોડ લગાવે છે અને થોડા દિવસ પહેલાં ૧૮ વર્ષીય ઇંશા વાદૂ ૨૧ કિ.મી. દોડી. શ્રીનગરના રેનવરીમાં રહેતી ઇંશાએ થોડા દિવસ પહેલાં એક રેડિયો સ્ટેશન તરફથી…

અનુ રાનીએ નવા રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો  

કોલકાતાઃ રેલવેની અનુ રાનીએ 55મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે મહિલાઓની ભાલાફેંક સ્પર્ધામાં પોતાના પાછલા રેકોર્ડને તોડી નાખતાં ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. રાનીએ ૫૮.૮૫ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તેના દ્વારા બનાવવામાં…

૨૦૨૨ની એશિયન ગેમ્સ ચીનના હાંગઝોઉમાં યોજાશે

અશ્ગાબાત (તુર્કમેનિસ્તાન) ચીનને ફરી એક વાર એશિયન ગેમ્સની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ચીનના ઝેંજિયાંગ પ્રાંતની રાજધાની હાંગઝોઉને ૨૦૨૨ની એશિયન ગેમ્સની યજમાની માટે પસંદ કરવામાં આવી છે. તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્ગાબાતમાં એશિયન ઓલિમ્પિક…

યૂ ટ્યુબ પરથી યુકી ભાંબરીને હરાવવાની ટેકનીક શીખી : રેસોલ

નવી દિલ્હી : વીડિયો સામગ્રી માટે જગવિખ્યાત વેબસાઇટ યુટ્યુબને આમ તો મોટા ભાગે મોજ મસ્તીવાળા વીડિયો જોવા માટે અથવા તો મનોરંજનના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ચેકગણરાજ્યનાં ટેનિસ ખેલાડી લુકાસ રોસોલે તેનો ઉપયોગ પોતાનાં પ્રતિદ્વંદી…

ક્રિકેટના નવા નિશાળિયાથી સસ્તા હોકીના ધુરંધરો

નવી દિલ્હીઃ ભારતમાં ધર્મ મનાતી ક્રિકેટની રમતના બજારની અસર એવી છે કે રાષ્ટ્રીય રમત હોકી તેની સામે સાવ વામણી નજરે પડી રહી છે. આઇપીએલમાં સાવ અજાણ્યા અને નવા નિશાળિયા ખેલાડીને જેટલાં નાણાં મળે છે એનાથી સાવ ઓછાં નાણાં હોકી ઇન્ડિયા લીગમાં રમવા…