Browsing Category

Vadodara

વડોદરામાં પાણીપૂરી લારીવાળાઓ માટે યોજાયો ખાસ તાલીમ કાર્યક્રમ

ગુજરાતમાં પાણીપુરીવાળાઓ પર આરોગ્યની ટીમ તવાઈ બોલાવી રહી છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આજે પણ શહેરમાં પાણીપૂરીનાં વેપારીઓને ત્યાં દરોડા પાડીને અખાદ્ય પાણીપુરી, બટાકાનો અખાદ્ય માવો અને અસ્વચ્છ પાણીનો નાશ કરવામાં આવી રહ્યો છે. જો કે આ દરોડાને…

PSIએ મહિલાને ઢોર માર મારતા ગોરવા પોલીસ સ્ટેશને સ્થાનિકોનો હોબાળો

વડોદરાઃ શહેરનાં ગોરવા પોલીસ સ્ટેશન સામે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રીટા બ્રહ્મભટ્ટ નામની મહિલાને ચોરીનો ગુનો કબૂલ કરાવવા મહિલા PSIએ ઢોર માર માર્યો હતો. પોલીસનાં મારથી મહિલાને ઈજા પહોંચતા તે મહિલાને હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાઇ…

વડોદરા મનપાનાં દરોડા, પાણીપુરી વહેંચવા પર કામચલાઉ પ્રતિબંધ

વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ વિવિધ વિસ્તારોમાં ચારે બાજુ રોગચારો વકર્યો છે. જેને ડામવા માટે વડોદરા મહાનગર સેવાસદનની આરોગ્ય શાખા દ્વારા અનેરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં વહેંચાણ થતી પાણીપુરીની લારીઓ…

વડોદરા બન્યું કોલેરાગ્રસ્ત, NCDC ટીમનાં શહેરમાં ધામા

વડોદરાઃ શહેરમાં રોગચાળાએ માથું ઉચકતા રાજય સરકાર ભારે હરકતમાં આવી છે. શહેરમાં કોલેરાનાં કેસમાં વધારો થતાં કેન્દ્રની નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલની ટીમ વડોદરાની મુલાકાતે આવી છે. NCDCની ટીમ વડોદરામાં 15 દિવસ રોકાણ કરશે. NCDCની ટીમ…

વડોદરામાં મગર સાથે યુવાનોએ કર્યું ક્રૂરતાભર્યું વર્તન, VIDEO વાયરલ

વડોદરાઃ આજ કાલ જોખમી સેલ્ફીની ઘેલછા લોકોમાં સતત વધતી જઈ રહી છે. ત્યારે લોકો જીવને જોખમમાં મુકતા જરા પણ અચકાતા નથી. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં પાણીગેટ વિસ્તારમાં ચઢી આવેલા એક મગરનાં બચ્ચાનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું.…

VIDEO: ક્યારે જીવલેણ વ્યાજખોરો સામે લાગશે લગામ, ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરની આત્મહત્યા

વડોદરાઃ ગુજરાતમાં ગરીબ ખેડૂતો પછી વ્યાજખોરનાં ત્રાસથી વધુ એક ગુજરાતી ફિલ્મ ડિરેક્ટરનો ભોગ લેવાયો છે. શહેરમાં ગુજરાતી ફિલ્મ સ્માઈલ કિલરનાં ડિરેક્ટરે ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યો છે. ગુજરાતી ફિલ્મનાં ડિરેક્ટર હિતેશ પરમારે વ્યાજખોરનાં ત્રાસથી…

વડોદરાઃ HCનાં આદેશની અવગણના, મલ્ટી હોસ્પિટલોમાં પાર્કિંગની અવ્યવસ્થા

વડોદરાઃ ગુજરાત હાઈકોર્ટે મોટા મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલો, મોલ સહિતનાં અનેક સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા મુદ્દે કડક આદેશ આપ્યો છે. તેમ છતાં વડોદરામાં કેટલીક હોસ્પિટલો એવી પણ છે કે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા જ આપવામાં આવેલ નથી. આવી હોસ્પિટલોમાં…

VIDEO: વડોદરામાં હવેથી નહીં વસૂલાય પાર્કિંગ ચાર્જ, થશે કડક કાર્યવાહી

વડોદરાઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાર્કિંગ બાબતે ટ્રાફિક વિભાગને ફટકાર લગાવાઇ છે. ત્યારે વડોદરા શહેરમાં પાર્કિંગનાં નામે લૂંટ કરતા મોલનાં સંચાલકો હવે બચી શકશે નહીં. પાર્કિંગનાં નામે થતી લૂંટ સામે શહેરનાં મોલ, મલ્ટીપ્લેક્ષ સામે કડક કાર્યવાહી…

વડોદરામાં ગુનાખોરી પ્રવૃત્તિઓમાં સતત વધારો, 24 કલાકમાં જ થયાં 3 મર્ડર

વડોદરાઃ રાજ્યમાં ક્રાઈમનાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 3 હત્યાઓ થઈ છે. અલગ અલગ રાજ્યમાં આ હત્યાઓ થઈ છે. વડોદરાનાં તાંદલજામાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે આ યુવકની હત્યા કરવામાં આવી છે. આમીર…

વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા સબ પમ્પનો વિરોધ, કોર્પોરેશન સામે કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

વડોદરાઃ શહેરમાં કોર્પોરેશન દ્વારા ઇલોરા પાર્ક વિસ્તારનાં રહીશોને સમયસર પાણી મળી રહે તે માટે બનાવેલાં પમ્પનો વિરોધ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. રોડ પર ટ્રાફિકને નડતર રૂપ હોવાનાં આક્ષેપ સાથે શહેર યુથ કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ…