Browsing Category

Rajkot

રાજકોટમાં પરિણીતા પર સામૂહિક દૂષ્કર્મ મામલે નાટકીય વળાંક, પતિના કહેવાથી દૂષ્કર્મની વાત કરી

રાજકોટમાં પરિણીતા પર સામૂહિક બળાત્કાર મામલે નાટકીય વળાંક આવ્યો છે. ગેંગરેપનો આક્ષેપ કરનારી પરિણીતા પોલીસની પૂછપરછમાં ભાંગી પડી હતી અને સમગ્ર નાટક તેના પતિએ રચ્યું હોવાનું જણાવ્યું હતું. પરિણીતાના જણાવ્યા મુજબ તેના પતિના કહેવા પર તેને…

જૂનાગઢ: કાર અકસ્માતમાં પૂર્વ મેયર જીતુ હીરપરાનું મોત, પૂર્વ મેયરના પત્ની ઘાયલ

જૂનાગઢના ડેવાણ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતમાં પૂર્વ મેયર જીતુ હીરપરાના મોત થયાનાં અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જૂનાગઢના ડેવાણ ચોકડી પાસે પૂર્વ મેયરની કારને અકસ્માત નડ્યો હોવાનું સૂત્રોને જાણકારી મળી છે. આ કારમાં પૂર્વ મેયર જીતુ હીરપરા અને…

VIDEO: રાજકોટમાં જળસંકટ મુદ્દે કલેકટરનું મંથન, બનાવાયો રૂ.11.50 કરોડનો માસ્ટર પ્લાન

રાજકોટઃ જિલ્લામાં ઉનાળામાં જળસંકટને લઇને કલેકટરે એક બેઠક યોજી હતી. પાણીનાં મુદ્દે ચર્ચા વિચારણા કરીને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા માટે 11.50 કરોડનો પાણીનો માસ્ટર પ્લાન પણ બનાવાયો છે. વીંછીયા, જેતપુર, ધોરાજી, જસદણમાં…

VIDEO: કરૂર વૈશ્ય બેંક સીસી લોન કૌભાંડ મામલે વાઇસ મેનેજરને કોર્ટમાં કરાયો રજૂ

રાજકોટઃ કરૂર વૈશ્ય બેંક સીસી લોન કૌભાંડ મામલે કરૂર વૈશ્ય બેંકનાં વાઇસ મેનેજરને કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે 5 દિવસનાં રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, 13 કરોડની સીસી લોન કૌભાંડ સંદર્ભે તેની ધરપકડ કરાઇ હતી. અગાઉ રાજકોટમાં ત્રણ…

VIDEO: રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાણી મુદ્દે ભારે હોબાળો

રાજકોટઃ શહેરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચી ગયો હતો. કાંગસિયાળી ગામનાં લોકોએ પાણી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માગ સાથે લોકોનું મોટુ ટોળું કલેક્ટર કચેરીમાં ધસી આવ્યું હતું અને…

રાજકોટના રહીશ સાથે તલાટીની નોકરીના નામે ચીટિંગ કરનાર દંપતી સામે ગુનો નોંધાયો

અમદાવાદ: નવા વાડજ વિસ્તારમાં રહેતા દંપતીઅે રાજ્ય સરકારમાં તલાટી કમ મંત્રીની નોકરી અપાવવાનું કહી ખોટા કોલ લેટર બનાવી રાજકોટના રહીશો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અા અંગે ગુનો નોંધી અારોપી દંપતી…

જામનગરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનું થયું ઉદ્દઘાટન, જનતાને રાજકોટ સુધીનો ધક્કે બચ્યો

ગુજરાત રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્ર તરીકે જામનગરની ચાંદીબજાર સ્થિત મુખ્ય પોસ્ટ કચેરીનું ઉદ્દઘાટન થયું છે. જામનગર ખાતે પાસપોર્ટ કાર્યાલયનું ઉદ્દઘાટન સાંસદ પુનમબેન માડમના હસ્તે કરવામા આવ્યું હતું. ઉદ્દઘાટનમાં મુખ્ય પાસપોર્ટ અધિકારી તરીકે…

VIDEO: રાજકોટનાં દેરડી ગામે દીપડાનો ખેડૂત પર હુમલો

રાજકોટઃ શહેરનાં ગોંડલનાં દેરડી(કુંભાજી) ગામે અચાનક જ દિપડો ચડી આવ્યો હતો. જેને લઇ ચારે બાજુ ભારે નાસભાગ મચી ગઇ હતી. ખેતરમાં કામ કરતાં વિનુભાઈ દોંગાનાં ખેડૂત ઉપર દિપડાએ હુમલો પણ કર્યો હતો. જો કે ઈજાગ્રસ્ત ખેડૂતને ખાનગી હોસ્પિટલમાં સારવાર…

રાજકોટમાં CM વિજય રૂપાણીએ મેરેથોનને કરાવ્યું પ્રસ્થાન, 1404 દિવ્યાંગો પણ જોડાયા

રાજકોટના રેસકોર્સ ખાતે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે રેસકોર્સ ખાતે હાજર રહ્યાં છે. સીએમ રૂપાણીએ વહેલી સવારે મેરેથોન દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં 65 હજાર લોકોએ…

પુરઝડપે જતી કારે રિક્ષાને અડફેટે લીધીઃ બેનાં મોતઃ પાંચને ઇજા

અમદાવાદ, શનિવાર અમદાવાદ-સુરેન્દ્રનગર હાઇવે પર લખતર નજીક દેદાદરા ગામના પાટિયા પાસે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે રિક્ષામાં બેેઠેલા પાંચ મુસાફરોને ઇજા પહોંચતા તમામને સુરેન્દ્રનગરની…