ઠાકોર અને પાટીદાર વચ્ચે જોરદાર જૂથ અથડામણઃ મકાનો અને વાહનોમાં તોડફોડ

અમદાવાદ: સિદ્ધપુર નજીક આવેલા રાજપુર ગામે ઠાકોર અને પાટીદારોના જૂથ વચ્ચે જોરદાર અથડામણ થતાં ભારે તંગદિલી છવાઇ હતી. આમને સામને આવી ગયેલા ટોળાંએ એકાબીજા પર હુમલા કરી વાહનો અને મકાનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. મળતી માહિતી મુજબ…

છોટાઉદેપુર: ટ્રક ઘરમાં ઘૂસી જતાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત

છોટા ઉદેપુરના બારીયા રોડ પાસે ટ્રક મકાનમાં ઘૂસી જતા 3 લોકોનાં મોત નિપજ્યાં છે. એક મળતાં અહેવાલ પ્રમાણે બારીયા રોડ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રોડ પાસેના એક ઘરમાં ટ્રક ઘુસી ગયો હતો. ઘરના આગળના ભાગમાં…

નાયબ CM નીતિન પટેલે કર્યું ટ્વીટ, સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા કરી અપીલ

ગાંધીનગરઃ નીતિન પટેલ અંગે વાયરલ થયેલા મેસેજ અંગે નીતિન પટેલે ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી કેટલાક લોકો દ્વારા મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનીયતાને નુકશાન કરવા માટે સોશિયલ મીડિયામાં ઉપજાવી કાઢેલા સમાચાર અને ખોટી…

ભુજની જી.કે જનરલ હોસ્પિ.માં 19 બાળકોનાં મોત, રિપોર્ટ તૈયાર કરી રાજ્યસરકારને સોંપાશે

કચ્છઃ ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે રાજ્ય આરોગ્ય વિભાગની ટીમ ભુજની મુલાકાત લેશે. આ હોસ્પિટલની મુલાકાત બાદ આરોગ્ય વિભાગની ટીમ એક રિપોર્ટ પણ તૈયાર કરશે અને બાદમાં તે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે. મહત્વનું છે કે આ…

VIDEO: અમદાવાદમાં કચરો નાખતા પહેલાં સાવધાન!, અધિકારીઓ ભણાવશે પાઠ

અમદાવાદઃ શહેરનાં પૂર્વ વિસ્તારમાં કેનાલની સફાઈ કામગીરી સમયે એક વ્યક્તિએ કેનાલમાં કચરો નાખતા તેનો ઉધડો લઈ લીધો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનાં ડિરેક્ટરે કેનાલમાં કચરો નાખનાર વ્યક્તિને પાઠ ભણાવ્યો. શહેરમાં હાલ સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોની સાફ…

VIDEO: રાજકોટમાં દલીત પરિવારે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટઃ શહેરમાં જમીનની પડતર માંગ મુદ્દે દલિત સમાજમાં ફરી એક વખત ભારે રોષની લાગણી ભભુકી ઉઠી છે. રાજકોટનાં રૈયા ગામ નજીક દલિત પરિવારનાં 20થી વધુ જેટલાં સભ્યોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. હાઈ-વે માર્ગ પર કેરોસીન છાંટીને તેઓએ આત્મવિલોપનનો…

ચાણોદમાં નર્મદા કિનારે ગંગા દશેરાની ભવ્ય ઉજવણી, ઉમટયું માનવ મહેરામણ

વડોદરાઃ જિલ્લાનાં ડભોઈ તાલુકાનાં ચાંદોદ નર્મદા કિનારે ગંગા દશેરાની નવમા દિવસની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી. 10 હજારથી વધુ શ્રદ્વાળુઓએ ભાગ લઇને માં નર્મદા નદીમાં સ્નાન કર્યું હતું. જેને લઇને નર્મદા નદીને દૂધથી અભિષેક કરાયો હતો. બ્રાહ્મણો…

VIDEO: સુરતમાં લેડી ડોનનો આતંક, હાથમાં હથિયાર લઇને ફરતો વીડિયો વાયરલ

સુરતઃ શહેરમાં લેડી ડોન ભૂરીનો દાદાગીરી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે વરાછા પોલીસે લેડી ડોન ભૂરી અને તેનાં મિત્ર રાહુલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, વરાછા વિસ્તારમાં સ્થાનિકો સાથે દાદાગીરી કરવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ…

VIDEO: એન્જિ.-ફાર્મસીનાં વિદ્યાર્થીઓ સરકારી શિક્ષકની નોકરીથી રહેશે વંચિત

અમદાવાદઃ શિક્ષણ વિભાગનાં તખલખી નિર્ણયથી વિદ્યાર્થીઓ પરેશાન થયાં છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીનાં વિદ્યાર્થીઓ સરકારી શિક્ષકની નોકરીથી વંચિ ત રહી શકે છે. જેથી કેટલીક બ્રાંચનાં વિદ્યાર્થીઓને સરકારી શિક્ષકની નોકરી નહીં મળે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજો…

શહેર પોલીસ કમિશનરની વેબસાઈટમાં માત્ર તારીખ અપડેટ થાય છે, માહિતી નહીં

અમદાવાદ: આજના ડિજિટલ યુગમાં પોલીસ પણ ડિજિટલ થઇ ગઈ છે. અમદાવાદ પોલીસ પણ સોશિયલ મીડિયામાં અને વેબસાઈટ પર એક્ટિવ છે પરંતુ પોલીસની વેબસાઈટમાં માહિતીઓ અપડેટ ન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. શહેર પોલીસ કમિશનરની અને અમદાવાદ જિલ્લા પોલીસ…