Browsing Category

Ahmedabad

‘પે એન્ડ પાર્ક’નું કોકડું ગૂંચવાયું કોન્ટ્રાક્ટરોને કોઈ રસ જ નથી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિયમનના હેતુથી હાઈકોર્ટના આદેશના પગલે એક પછી એક પગલાં લેવાઈ રહ્યાં છે, જેમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં નવા જાહેર થયેલા ૭૩ પે એન્ડ પાર્કનો પણ સમાવેશ થાય છે, જે પૈકી પ્રથમ તબક્કાના ૨૫ પે એન્ડ…

ધારાસભ્યોને બખ્ખાંઃ પગાર અને ભથ્થામાં સીધો 45 હજારનો વધારો

ગાંધીનગર: વિધાનસભાગૃહમાં આજે સાંજે અચાનક તાત્કાલિક અસરથી ધારાસભ્ય, પ્રધાન, પદાધિકારીઓના પગાર વધારા અને ભથ્થાંમાં સુધારો કરતું બિલ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કરતાં વિરોધ પક્ષ સહિતના તમામ ધારાસભ્ય ગેલમાં આવી ગયા હતા. મોંઘવારી,…

પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યો સાઈકલ ચલાવી પહોંચ્યા વિધાનસભા

ગાંધીનગર: ગઇ કાલે વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ખેડૂતોની દેવાં માફીના મુદ્દે તેમજ અન્ય સમસ્યાઓને લઇ કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી ભલે અંશતઃ સફળ રહી હોય, પરંતુ આજે ગૃહના કામકાજના બીજા દિવસેે પણ વિરોધ પક્ષે તેનો વિરોધ…

શાહીબાગમાં સ્કૂટર પર જતી મહિલા ડોક્ટરનું ચેઈન સ્નેચિંગ

અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. અસારવા ખાતે આવેલ સિવિલ કેમ્પસમાં રહેતી અને મૂળ તા‌િમલનાડુની રાજા રાજેશ્વરીદેવી રાજાશેખરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.…

Ahmedabad શહેરમાં બે વર્ષમાં ખૂનના 379, લૂંટના 798 બનાવ બન્યા

અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુલાઇ-ર૦૧૮ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષ દરમ્યાન લૂંટ, ખૂન, ધાડ, ચોરી, જુગાર, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, અપમૃત્યુ, ચેઇન સ્નેચિંગ સહિતના કુલ ૩૭,૩૧પ કેસ નોંધાયા છે, જેમાં લૂંટના ૭૯૮, ખૂનના ૩૭૯, ધાડના ૭૩, ચોરીના ૭૬૯૬,…

પીવાની હેલ્થ પરમિટ માટે હવે ખર્ચવા પડશે રૂપિયા ચાર હજાર

અમદાવાદ: રાજ્યમાં હવે નશાબંધીના કાયદામાં વિધાનસભાગૃહમાં સુધારો કરીને કાયદાને કડક બનાવ્યો છે તે અંતગર્ત દારૂ પીવા માટેની હેલ્થ પરમિટની નીતિને પણ વધુ કડક બનાવાઇ છે. અત્યાર સુધી ૬પ એ‌િરયા મેડિકલ બોર્ડ રાજ્યમાં કાર્યરત છે તેને રદ કરીને માત્ર…

રતનપોળની આંગડિયા પેઢીના રૂ.50 લાખ લઈ બે ભાઈ ફરાર

અમદાવાદ: શહેરની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા લાખો-કરોડોની ઉચાપતના બનાવોમાં વધારો થયો છે. કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળની આંગડિયા પેઢીમાં કામ કરતા બે સગા ભાઇ રૂ. પ૦ લાખની ઉચાપત કરી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ પેઢીના ભાગીદારે…

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી કરતાં વધારે કામ કરાવાઇ રહ્યાની એક સેવાભાવી સંસ્થાને માહિતી મળી હતી. મળેલી માહિતીના આધારે સીઆઇડી ક્રાઈમ…

ITની નોટિસ કયા અધિકારીએ મોકલી તે કરદાતા જાણી શકશે નહીં

અમદાવાદ: આવકવેરા વિભાગ ૧ ઓક્ટોબરથી કરદાતાની ઈ-એસેસમેન્ટ સિસ્ટમમાં હવે ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યો છે અને તે મુજબ હવે કરદાતાને ઈ-એસેસમેન્ટની નોટિસ મળશે ત્યારે તેને ખબર પડશે નહીં કે કયા આવકવેરા અધિકારી દ્વારા તેને નોટિસ મોકલવામાં આવી છે.…

કૂતરાંનાં રસીકરણ-ખસીકરણ કરતી એજન્સીઓને હવે બખ્ખાં

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને હવે શહેરનાં રખડતાં કૂતરાં પકડી તેનું રસીકરણ અને ખસીકરણ કર્યા બાદ મૂળ જગ્યાએ મૂકવાની ખાનગી એજન્સીને સોંપાયેલી કામગીરી મોંઘી પડવાની છે. અત્યાર સુધી પ્રતિ રખડતાં કૂતરાંદીઠ તંત્ર દ્વારા રૂ.૬૩૬નો…