ઈલેક્ટ્રિક-CNG વાહનોને પરમિટરાજમાંથી મુક્તિ

નવી દિલ્હી: ઈલેક્ટ્રિક-સીએનજી વાહનો માટે હવે પરમિટ રાજ ખતમ થઇ જશે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારે ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઇંધણોથી ચાલતાં વાહનોને પરમિટ લેવાની જોગવાઇમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ગડકરીએ…

પેટ્રોલમાં પ્રતિલિટર 48 પૈસા અને ડીઝલમાં 52 પૈસાનો ભાવવધારો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ થવા છતાં અને વિપક્ષોએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ૧૦ સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી ભારત બંધનું એલાન આપ્યું હોવા છતાં આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં છેલ્લા ૧૦ દિવસમાં સૌથી વધુ…

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ તૂટ્યોઃ નિફ્ટી 11,500ની નજીક

અમદાવાદ: આજે નબળા વૈશ્વિક સંકેતો અને રૂપિયા પર દબાણને લઇ શેરબજાર નજીવી તેજી સાથે ખૂલ્યું હતું. બીએસઇનો સેન્સેક્સ ૭૧.૭૪ પોઇન્ટની તેજી સાથે ૩૮,૩૧૪.૫૫ અને નિફ્ટી ૨૧.૩૫ પોઇન્ટની મજબૂતાઇ સાથે ૩૮,૩૧૪.૫૫ પર ખૂલી હતી, પરંતુ તુરત જ સેન્સેક્સ ૧૬૫…

બેન્ક લોન નહીં ભરનારનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવશે

નવી દિલ્હી: બેન્કની લોન ભરપાઇ નહીં કરવા બદલ અને બેન્ક દ્વારા વસૂલાત માટે જો કેસ કરવામાં આવશે તો હવે આવા બેન્ક ડીફોલ્ટર્સના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવશે.  અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર આ મહિને પાસપોર્ટ એક્ટની કલમ-૧૦ (૩) (સી)માં ફેરફાર કરવા…

જન ધન યોજનામાં ફ્રી નવી સુવિધાઓ જાહેર, ઓવરડ્રાફ્ટની લિમિટ વધારાઈ

નવી દિલ્હી: જો તમે જન ધન બેન્ક ખાતાનો ઉપયોગ કરતા હો તો તમારા માટે ખુશખબર છે. સરકારે લોકોને બેન્ક ખાતાં ખોલવા માટે પ્રોત્સાહિત કરવા શરૂ કરેલ પ્રધાનમંત્રી જન ધન યોજનાને (પીએમજેડીવાય)ને હંમેશાં ખુલ્લી રહેનાર (ઓપન એન્ડેડ) યોજના બનાવવાનો નિર્ણય…

Stock Market : પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યાં

અમદાવાદ: આજે શેરબજારમાં ૧૫૦ પોઈન્ટની તેજી સાથે શરૂઆત થઈ હતી. પ્રારંભિક કામકાજમાં નિફ્ટી ૧૧,૫૦૦ની સપાટીને પાર કરવામાં સફળ રહી હતી, જ્યારે સેન્સેક્સમાં ૧૫૦ પોઇન્ટથી વધુની તેજી જોવા મળી હતી, જોકે થોડી જ વારમાં શરૂઆતનો ઉછાળો ધોવાઇ ગયો હતો અને…

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધ્યા, મુંબઈમાં ભાવ પ્રતિલિટર રૂ. 86.91

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. આજે ગુરુવારે પણ દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિલિટર.૨૦ પૈસાનો અને ડીઝલમાં પ્રતિલિટર ૨૧ પૈસાનો વધારો ઝીંકાયો છે. હવે આ વધારાના પગલે ચારે મેટ્રો શહેરમાં પેટ્રોલની…

સેન્સેક્સ ૧૦૦ પોઈન્ટ ડાઉન, ડોલરને મુકાબલે રૂપિયો ૭૧.૨૮ની નીચી સપાટીએ

ગ્લોબલ બજારનાં કારણે ઘરેલુ શેરબજારમાં સુસ્તીના સંકેત જોવા મળી રહ્યા છે. ભારતીય બજારની શરૂઆત આજે નજીવી તેજી સાથે થઇ છે અને સેન્સેક્સ ૩૮,૩૫૫ની સપાટી પર છે, જ્યારે નિફ્ટી ૧૧,૫૯૦ની નજીક જોવા મળી છે. આજના ટ્રેડિંગમાં દિગ્ગજ શેર સાથે સ્મોલેકપ…

દંડની જોગવાઇની વ્યાપક અસર, આવકવેરા ભરવાની સંખ્યામાં 71%નો વધારો

ન્યૂ દિલ્હીઃ આયકર રિટર્ન (ITR) ભરવાની અંતિમ તારીખ (31 ઓગષ્ટ) સુધી નાણાંકીય વર્ષ 2017-18ને માટે કુલ 5.42 કરોડ લોકોએ રિટર્ન ભરી નાખ્યું છે. આ આંકડાઓ એવું દર્શાવે છે કે ITR ભરવામાં 71 ટકાની વૃદ્ધિ થઇ છે જ્યારે ગયા વર્ષે 3.17 કરોડ લોકો રિટર્ન…

બેન્ક-વીમા અને રેલવેના કેટલાક નિયમોમાં આજથી મહત્વના ફેરફાર

નવી દિલ્હી: આજે ૧ સપ્ટેમ્બરથી સામાન્ય લોકોના જીવનને અસર કરતા કેટલાક નિયમો બદલાઇ રહ્યા છે. આ નિયમોના બદલાવને લઇને આજથી કાર અને બાઇક મોંઘાં થશે. આ ઉપરાંત રેલ યાત્રીઓને હવે વીમાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. અત્યાર સુધી ટિકિટ સાથે વીમાનો લાભ…