RBIની બેઝ રેટની નવી ગણતરીથી લોન સસ્તી થશે?

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચાલુ કેલેન્ડર વર્ષના નવેમ્બર મહિનાના અંત સુધીમાં બેઝ રેટની ગણતરી કરવાના ડ્રાફ્ટની માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ આપી દેશે. લોન પરનું વ્યાજ બેઝ રેટના આધારે નક્કી કરવામાં આવે છે. આ એ રેટ છે કે આ રેટથી ઓછા રેટ ઉપર…

સ્થાનિક બજારમાં સોના ચાંદીમાં વધુ ઘટાડો જોવાયો

અમદાવાદઃ યુએસ ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બર મહિનાની બેઠકની મિનિટ્સ જાહેર કર્યાના પગલે વૈશ્વિક સોનાના ભાવમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી, જેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં વધુ ગાબડાં પડ્યાં હતાં. આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનાના ભાવ રૂ.…

ભારતમાં વધુ આર્થિક સુધારાની જરૂરિયાતઃ HSBC

મુંબઇઃ આંતરરાષ્ટ્રીય નાણાકીય કંપની એચએસબીસીના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં લેવાઇ રહેલા આર્થિક સુધારાનાં પગલાંના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસદર ૭.૬ ટકા રહેવાની આશા છે, પરંતુ હજુ પણ વધુ આર્થિક વિકાસ માટે વધુ આર્થિક સુધારાની ખાસ જરૂર…

કરચોરી કરનારા વિરુદ્ધ સખત કાર્યવાહી હાથ ધરાશે

નવી દિલ્હીઃ દેશમાં કરચોરી કરનારાઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી હાથ ધરાશે. સીબીડીટીના પ્રમુખ અનીતા કપૂરના જણાવ્યા પ્રમાણે જેઓ વિવિધ રીતરસમો અજમાવીને કરચોરીથી બચી રહ્યા છે તેના વિરુદ્ધમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉદ્યોગજગતના અગ્રણી…

જ્વેલર્સને ભાદરવામાં દિવાળીઃ ઊંચા ઓર્ડર બુકિંગથી મોટી ખરીદીની આશા

અમદાવાદઃ પાછલા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના નીચા ભાવને કારણે તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી છે. તહેવારો પૂર્વે જ સોના ચાંદીના ભાવમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી છે અને ૧૦ ગ્રામ શુદ્ધ સોનું ૨૬,૮૦૦ની સપાટીની આસપાસ,…

ક્રેડિટ અને ડેબિટકાર્ડથી પેમેન્ટમાં ટેક્સમાં છૂટ મળશે

મુંબઇઃ બજારમાં કાળાં નાણાંના વ્યવહારો ઉપર અંકુશ મૂકવા તથા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો વ્યાપ વધારવા નાણાં વિભાગે ક્રેડિટ અને ડેબિટકાર્ડ દ્વારા પેમેન્ટ કરનારાઓને ટેક્સમાં છૂટ આપવાની કવાયત હાથ ધરી છે, જેના કારણે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનનો…

આઈપીઓ બજાર તેજીમાં: ડિસેમ્બર સુધીમાં ૧૯ કંપનીઓ આઈપીઓ લાવશે

અમદાવાદઃ સેકન્ડરી બજારમાં તેજીની પાછળ ફરી એક વાર પ્રાઇમરી બજારમાં સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી ડિસેમ્બર સુધીમાં ૧૯ કંપનીઓએ આઇપીઓ લાવવા લાઇન લગાવી છે. આ કંપનીઓ આઇપીઓ દ્વારા રૂ. ૧૧,૫૪૫ કરોડ એકઠા…

ઓનલાઈન ખરીદી કરનારાઓનાં ખિસ્સાં વધુ ખાલી થશે

મુંબઇઃ ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારા ગ્રાહકોનાં ખિસ્સાં થોડાં વધુ ખાલી થઇ શકે છે એટલે કે કર્ણાટક સરકારે ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી એક ટકા ટેક્સ વસૂલવાની દરખાસ્ત મૂકી છે, જેથી ગ્રાહકોએ થોડાં વધુ નાણાં ચૂકવવાં પડશે. …

સપ્ટેમ્બરમાં આઈપીઓમાં ગરમાવોઃ લિસ્ટેડ આઠમાંથી પાંચ કંપનીમાં પોઝિટિવ રિટર્ન

અમદાવાદઃ સપ્ટેમ્બર મહિનામાં સેન્સેક્સમાં માત્ર ૨.૦૩ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે, પરંતુ આઇપીઓ બજાર સપ્ટેમ્બર મહિનામાં રિટર્નની દૃષ્ટિએ ગરમ જોવા મળ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં લિસ્ટેડ આઠ કંપનીમાંથી પાંચ કંપનીમાં પોઝિટિવ રિટર્ન જોવા…

કઠોળના વાયદા કારોબાર ઉપર તવાઈ આવે તેવી શક્યતા

મુંબઈઃ એક બાજુ દેશભરનાં કેટલાંક રાજ્યમાં વરસાદની ઘટ છે તો બીજી બાજુ ઓછા વરસાદના કારણે વિવિધ કઠોળના ભાવ પહેલેથી આસમાને જોવા મળી રહ્યા છે. વધતા જતા ભાવને અંકુશમાં લેવા સરકારે વિવિધ કઠોળની આયાત વધારી છે, પરંતુ ભાવ અટકવાનું નામ નથી લેતા ત્યારે…