ડિસેમ્બર સુધીમાં રૂપિયો ૬૭.૫૦ સુધી ઘટી શકે

મુંબઇ: વિદેશી સંસ્થાગત રોકાણકારો સ્થાનિક બજારમાં વેચવાલી કરી રહ્યા છે ત્યારે ડોલર સામે રૂપિયામાં ટૂંકા ગાળામાં વધુ ઘટાડો જોવાઇ શકે છે. ફોરેક્સ બજારના જાણકારો જણાવ્યા પ્રમાણે ટૂંકા સમયગાળામાં રૂપિયો ૬૭.૫૦ની સપાટીએ જોવાઇ શકે છે. તેઓના જણાવ્યા…

મેગી નૂડલ્સની બજારમાં વાજતેગાજતે ફરી એન્ટ્રી

નવી દિલ્હી: દેશમાં લાખો લોકોની મનપસંદ મેગી સોમવારથી ફરી માર્કેટમાં વેચાવા લાગી છે. દિલ્હી, મુંબઇ, બેંગલુરુ સહિત ૧૦૦ શહેરની મોટી દુકાન અને ઇ કોમર્સ સાઇટ સ્નેપડીલ પર જેવી મેગીને વેચાણ માટે રજૂ કરવામાં આવી કે બે કલાકમાં મેગીનો સ્ટોક ખતમ થઇ ગયો…

ચણાના વાયદામાં ઊંચા માર્જિને હાજર બજારમાં પણ ભાવ તૂટ્યા

અમદાવાદ: નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટિવ્ઝ એક્સચેન્જે પાછલાં સપ્તાહે ૭૫ ટકા માર્જિન લગાવતાં વાયદા બજારમાં ત્રણ ટકાથી વધુના ભાવ તૂટી રૂ. ૪,૮૯૪ પ્રતિ ક્વિન્ટલની સપાટીએ પહોંચી ગયા છે. દરમિયાન ઊંચાં માર્જિને એપ્રિલ ડિલિવરીના ચણાના સોદાના ભાવ…

સરકારને આર્થિક મોરચે મુશ્કેલી નહીં નડેઃ ફિચ

મુંબઇ: વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચનું માનવું છે કે બિહારનાં ચૂંટણી પરિણામોને કારણે દેશને આર્થિક મોરચે વધુ અસર નહીં થાય. જોકે રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે આર્થિક સુધારા સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વનાં બિલો સંબંધે વિરોધ પક્ષોનો વિરોધ જારી રહી…

એક બેન્કમાં એક જ બચત ખાતું ખોલાવી શકાશે

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા નિયમો અંતર્ગત હવે કોઇ પણ એક બેન્કમાં માત્ર એક જ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવી શકાશે. જો કોઇ વ્યક્તિ એક બેન્કમાં એકથી વધુ બચત ખાતું ખોલાવે તો તેનું આ બચત ખાતું એક મહિનાની અંદર જ બંધ કરી દેવામાં આવશે. જાહેર…

શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યું

અમદાવાદ: ગઇ કાલે શેરબજારમાં ઘટાડો નોંધાયા બાદ આજે વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા ઘટાડાના પગલે સ્થાનિક બજાર પણ શરૂઆતે નીચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૧૫૦ પોઇન્ટના ઘટાડે ૨૫,૯૬૯ પોઇન્ટની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૬ પોઇન્ટના ઘટાડે ૭૮૫૮…

સ્થાનિક ફટાકડા ઉદ્યોગ ચમકી શક્યો નહીં

અમદાવાદ: કેન્દ્ર સરકારે ચાઇનીઝ ફટાકડા ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેમ છતાં આ વર્ષે સ્થાનિક ફટાકડા ઉદ્યોગ ચમકી શક્યો નથી. ઉદ્યોગ સંગઠન એસોચેમના રિપોર્ટ મુજબ સરકાર દ્વારા ગેરકાયદે ફટાકડાનું ઉત્પાદન કરતાં એકમો તથા ચાઇનીઝ ફટાકડા વેચતા વેપારીઓ સામે…

બિહારનાં પરિણામોને લઈને જીએસટી બિલ સામે વધુ મુશ્કેલીઓ ઊભી થશે?

નવી દિલ્હી: સરકારે જીએસટી બિલ લોકસભામાંથી પસાર કરી દીધું છે, પરંતુ રાજ્યસભામાં પસાર કરવાનું હજુ બાકી છે. તેવા ટાણે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતાં હવે જીએસટી બિલ પસાર કરવા સામે વધુ પ્રશ્નાર્થ ઊભા થઇ શકે છે.…

ધનતેરશના દિવસે સ્થાનિક સોના-ચાંદી બજાર ગરમ

અમદાવાદ: આજે ધનતેરશ છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે ત્યારે આજે સવારથી જ સ્થાનિક સોના-ચાંદી બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના માણેકચોક સહિત સીજી રોડની જ્વેલર્સની દુકાનોમાં આજે સવારથી શુભ મુહૂર્તમાં…

બિહાર ચૂંટણીમાં કમળ ભલે મૂરઝાયું! પણ સ્થાનિક ફૂલબજારમાં કમળના ભાવ ખીલ્યા

અમદાવાદ: આજે ધનતેરશે મહાલક્ષ્મીના મંદિરે તથા લક્ષ્મીજીની પૂજા માટે કમળનાં ફૂલની માગ આજે ઊંચી રહેતી હોય છે ત્યારે અાજે સવારે ફૂલબજારમાં કમળનાં ફૂલોના ભાવ ફૂલ ગુલાબી ખીલ્યા હતા. સામાન્ય રીતે સાતથી દશ રૂપિયામાં મળતાં કમળનાં ફૂલના ભાવ આજે સવારે…