FMCG સેક્ટરની આગેવાનીએ શેરબજારમાં સુસ્તી જોવાઈ

અમદાવાદઃ આજે શેરબજારમાં સુસ્તી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્ટેડી મૂવમેન્ટ નોંધાઇ હતી. શરૂઆતે સાધારણ પોઇન્ટની બંને તરફની વધઘટ જોવાઇ હતી, જોકે એફએમસીજી સેક્ટરના શેર્સ તૂટ્યા હતા. આ સેક્ટરના શેર્સમાં ૦.૨૫ ટકાથી એક ટકા સુધીનો શરૂઆતે…

મેટલ અને ઓટોમોબાઈલ સેક્ટરના સપોર્ટે શેરબજાર સુધર્યું

અમદાવાદઃ સ્થાનિક શેરબજારમાં ઘટાડે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો સુધારો નોંધાયો છે. એ જ પ્રમાણે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ નીચા મથાળે મજબૂત ખરીદી નોંધાઇ છે. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં ૦.૫ ટકાનો…

સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો હજુ નીચે જવાની શક્યતા

અમદાવાદઃ ડોલર સામે રૂપિયાએ ૬૫ની સપાટી ક્રોસ કરી દીધી છે. ચીનના યુઆનના અવમૂલ્યનના કારણે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. હવે આ રૂપિયો વધુ કેટલો નબળો પડી શકે છે. આ અંગે વિવિધ નાણાં સંસ્થાઓએ અંદાજ મૂક્યા છે, જેમાંની મોટા ભાગની સંસ્થાઓ…

ગત વર્ષ કરતાં સિંગતેલમાં ડબે ભાવ રૂ. ૪૦૦ ઊંચા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કાચા સોનારૂપી વરસાદ વરસ્યો છે, પરંતુ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની મહેર થઇ છે તો કેટલાક ઠેકાણે વરસાદે કાળો કહેર સર્જ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે જમીનોનું ધોવાણ થતાં…

રઘુરામ રાજને મધ્યમવર્ગીઅોને નિરાશ કર્યા

મુંબઈઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને આજે જાહેર કરેલી નાણાકીય પોલિસીમાં નીતિગત વ્યાજમાં કોઈ ફેરફાર નહીં કરી યથાવત્ સ્થિતિ જાળવી રાખી છે. આરબીઆઈએ આજે જાહેર કરેલી પોલિસીમાં રેપોરેટ ૭.૨૫ ટકા યથાવત રાખ્યો છે. જ્યારે િરવર્સ…

નફો કરતાં પીએસયુ આઈપીઓ લાવશે

નવી દિલ્હીઃ સરકાર નફો કરતાં જાહેર ક્ષેત્રના એકમોને આઈપીઓ લાવવાનું કહી શકે છે. આવા પ્રોફિટ કરતાં જાહેર ક્ષેત્રના એકમો ખૂબ જ જલદીથી શેરબજારમાં એન્ટ્રી લઈ શકે છે. નાણા વિભાગમાં ખૂબ જ જલદીથી આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે. જાહેર…

દેશના આર્થિક વિકાસના દાવા સામે મૂડીઝને શંકા

નવી દિલ્હીઃ સરકાર દેશની ઇકોનોમી અંગે જરૂરી હોવા જોઇએ તેના કરતાં ઊંચો વાયદો કરે અને તેને પૂરો ના કરે તો આર્થિક વિકાસનો દર ૭.૫ ટકાથી ઉપર જવાની કોઇ જ શક્યતા રહેતી નથી તેવું વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝનું માનવું છે. મૂડીઝના જણાવ્યા અનુસાર ૭.૫…

અનુકૂળ વરસાદે જીરાનો સારો પાક થવાની શક્યતાએ વાયદાબજારમાં ગાબડાં પડ્યાં

અમદાવાદઃ રાજ્યભરમાં ચાલુ સિઝનમાં સારો વરસાદ તથા અનુકૂળ વરસાદ થયો છે, જેના કારણે જીરાંનું વાવેતર વધવાની શક્યતા છે.  ઉલ્લેખનીય છે કે પાછલાં વર્ષે રાજ્યમાં ૩.૮૮ લાખ હેક્ટર વિસ્તારમાં જીરાંનું વાવેતર થયું હતું, પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ…

વૈશ્વિક ક્રૂડ છ વર્ષના તળિયેઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થશે

અમદાવાદઃ ચીનની ઇકોનોમી નબળી પડી રહી છે. ચીન દુનિયાનો સૌથી વધુ ક્રૂડ તેલનો વપરાશકર્તા દેશ છે. ચીન દ્વારા ક્રૂડની માગ ઘટવાની આશંકાએ વૈશ્વિક ક્રૂડના બજારમાં પણ ઘટાડો નોંધાઇ ક્રૂડના ભાવ છ વર્ષના તળિયે પહોંચી ગયા છે. ચીનના ચલણ યુઆનના અવમૂલ્યનની…

કંપનીના રોકાણકારને નહીં પ્રમોટર્સને દંડ ફટકારોઃ સેબી

મુંબઈઃ શેરબજારમાં ‌લિસ્ટેડ કંપનીઓ દ્વારા એક યા બીજી રીતે નિયમોનું પાલન થતું નથી. આવી કંપનીઓ સામે સેબીએ કડક ચેતવણી આપતાં જણાવ્યું કે નિયમોનંુ પાલન નહીં કરતી આવી કંપનીના પ્રમોટર્સ સામે પહેલાં પગલાં લેવાં જોઈએ, જેથી રોકાણકારોનાં હિતોનું રક્ષણ…