એટીએમ દ્વારા ગ્રાહકોને કેશ લોન મળી શકશે

મુંબઇ: ગ્રાહકોને બેન્કિંગ સેવાઓ માટે બેન્કની શાખા પર જવાની જરૂરિયાત રહેશે નહીં. આરબીઆઇએ બેન્કો માટે એટીએમ થકી સેવાઓ આપવાના નિયમો સરળ કરી દીધા છે. આ ફેરફારની સાથે એટીએમથી કેશ લોન સહિત રેલવે ટિકિટ, વીજળીનું બિલ, ગેસ બિલ, ચેક બુક ઇશ્યૂ કરવા…

PPF અને નેશનલ સેવિંગ્સ સ્કીમ બચત સ્કીમમાં વ્યાજ ઘટી શકે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની નજર હવે નાની બચત યોજનાઓ પરના વ્યાજદરમાં ઘટાડો કરવાની છે. આવનારા સમયમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને નેશનલ સેવિંગ્સ સ્કીમ પર આપવામાં આવતા વ્યાજમાં ૦.૫૦ બેઝિસ પોઇન્ટનો ઘટાડો થઇ શકે છે, જોકે વ્યાજના દરમાં કેટલો ઘટાડો…

શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યુંઃ નિફ્ટી ૭,૫૫૦ની ઉપર

અમદાવાદ: આજે શેરબજારમાં સુસ્ત શરૂઆત જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સ ૬૬ પોઇન્ટના સુધારે ૨૪,૮૩૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૩ પોઇન્ટના સુધારે ૭,૫૫૦ની ઉપર ૭,૫૬૦ની સપાટીએ જોવા મળી હતી. જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં સારી એવી ખરીદી જોવા મળી હતી.…

મોંઘી થઇ ખાણી-પીણીની વસ્તુઓ, ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંધવારી દર

નવી દિલ્હી: જનતાને મોંઘવારીથી કોઇ પણ રાહત મળતી દેખાઇ રહી નથી. મોંઘવારી દર ડિસેમ્બરમાં સતત ચોથા મહિનામાં વધી છે. દેશમાં ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ મૂલ સૂચકાંક (ડબ્લ્યૂપીઆઇ) પર આધારિત મોંઘવારી દર 0.73 ટકા રહી, જ્યારે નવેમ્બરમાં આ દર -1.99 ટકા…

ઉત્તરાયણમાં ઊંધિયા-જલેબીની સાથે પિત્ઝા-બર્ગરની પણ માગ વધી

અમદાવાદ: આવતી કાલે ઉત્તરાયણ છે. શહેરીજનો ઊંધિયા-જલેબીના મોટા પ્રમાણમાં ઓર્ડર બુક કરવાની સાથેસાથે આ વખતે પિત્ઝા-બર્ગરની પણ મોટી ડિમાન્ડ જોવા મળી છે. ઊંધિયું રૂ. ૨૦૦થી ૨૫૦ પ્રતિકિલો,જ્યારે જલેબી રૂ. ૩૦૦થી ૪૦૦ના પ્રતિકિલોના ભાવે વેચાશે.…

બેન્કો માટે બેઝલ-૩ના માપદંડનું પાલન પડકારરૂપ

મુંબઇ : દેશની બેન્કોમાં આગામી વર્ષોમાં બેઝલ-૩ના નિયમો લાગુ થવા જઇ રહ્યા છે ત્યારે તેના માપદંડને અનુસરવો બેન્કો માટે ચેલેન્જરૂપ રહેશે. એસબીઆઇના અધ્યક્ષ અરુંધતિ ભટ્ટાચાર્યના જણાવ્યા પ્રમાણે આ નિયમને અનુસરવા બેન્કોને વધુ મૂડીની જરૂરિયાત ઊભી…

બજેટમાં એગ્રી સેક્ટરને મોટી રાહત અપાય તેવી શક્યતા

નવી દિલ્હી: સરકારે બજેટની કવાયત શરૂ કરી દીધી છે ત્યારે વિવિધ ઉદ્યોગ સંગઠન બજેટની વિવિધ માગ સરકાર સમક્ષ કરી રહ્યાં છે. સરકાર બજેટમાં એ‌િગ્ર સેક્ટરને જુદી જુદી મોટી રાહત આપે તેવી શક્યતા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે અપૂરતા તથા દેશનાં કેટલાંક…

ક્રૂડમાં સુધારાએ એશિયાઈ બજાર સુધર્યાં

અમદાવાદ: અમેરિકી શેરબજારમાં જોવા મળેલી મજબૂતાઇને પગલે એશિયાઇ બજાર આજે શરૂઆતે મજબૂત ખૂલ્યાં હતાં. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં ૪૬૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો અને નિક્કી ઇન્ડેક્સ ૧૭,૬૮૨ પોઇન્ટની સપાટીએ જોવાયો હતો, જ્યારે હેંગસેંગ ઇન્ડેક્સમાં…

શેરબજારમાં કમુરતાં ઊતર્યાં સેન્સેક્સ ૨૨૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલા સુધારાની અસરે આજે શરૂઆતે સ્થાનિક શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૨૦ પોઇન્ટના સુધારે ૨૪,૯૦૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૪ પોઇન્ટના સુધારે ૭,૫૫૦ પોઇન્ટની ઉપર ૭,૫૮૫ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં…

હવે શિયાળાના વસાણામાં વપરાતા લોટના ભાવ પણ સતત વધ્યા

અમદાવાદ: એક બાજુ કઠોળના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારના પ્રયત્નો હોવા છતાં પણ ભાવ અટકવાનું નામ નથી લેતા તો બીજી બાજુ શિયાળામાં વસાણા માટે વપરાતા તૈયાર લોટની ઊંચી માગના પગલે ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. દિવાળી બાદ અડદ, મઠ, મગ, ચણાના…