શેરબજારમાં શરૂઆતે જોવાયેલો સુધારો

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટના નોંધાયેલા ઘટાડા બાદ આજે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા ઘટાડા વચ્ચે શરૂઆતે શેરબજાર સુધર્યું હતું. સેન્સેક્સ ૧૩૯ પોઇન્ટના સુધારે ૨૩,૦૯૧, જ્યારે નિફ્ટી ૪૭ પોઇન્ટના સુધારે ૭,૦૦૦ની સપાટી વટાવી ૭,૦૨૩ની…

શેરબજારમાં સુનામી : સેન્સેક્સમાં વધુ ૮૦૭ પોઇન્ટનો રેકોર્ડ કડાકો

મુંબઇ : શેરબજારમાં આજે વેચવાલીની સુનામી જોવા મળી હતી. સતત ચોથા દિવસે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયું હતું. નિરાશાજનક વૈશ્વિક સંકેત અને કંપનીઓના ખરાબ પરિણામોના કારણે બજારને મોટો ફટકો પડ્યો છે.આજે દિવસ દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ…

ઊંચા ટેક્સ અને ઓનલાઈન ખરીદીથી મોબાઈલ પરની વેટની આવક ઘટી

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે મોબાઇલનું ઊંચું વેચાણ હોવા છતાં પણ ઊંચા ટેક્સ ભારણ તથા ઓનલાઇન વધતા જતા કારોબારને લઇને અમદાવાદ ડિવિઝન-૧માં મોબાઇલ પરની ટેક્સની આવકમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ડિસેમ્બર સુધીમાં મોબાઇલ પરની…

સોના-ચાંદીમાં વસંતપંચમીઃ ભાવમાં વધુ સુધારો જોવાયો

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વના ચેરપર્સને આપેલા નિવેદન બાદ સલામત રોકાણ તરીકે સોનામાં માગ વધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૨૦૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૨૧૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે, જેના પગલે સ્થાનિક બજારમાં પણ મજબૂત સુધારા…

વ્યાજદર વધારવાના બદલે EPFO હવે બોનસ આપશે

નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) વર્ષ ર૦૧પ-૧૬ માટે વ્યાજ દર વધારવાના બદલે પોતાના સબસ્ક્રાઇબર્સને રૂ.૭પ૦ કરોડનું બોનસ આપવા વિચારી રહ્યું છે. ઇપીએફઓનું આ પ્રકારનું પોતાનું આવું પ્રથમ પગલું હશે. આ અગાઉ ઇપીએફએ વર્તમાન…

બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક ઘટાડાય તેવી શક્યતા

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી વર્ષ ૨૦૧૬-૧૭ના સામાન્ય બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકમાં ઘટાડો કરી શકે છે. એવો લક્ષ્યાંક રાખશે કે જેને હાંસલ કરવો સંભવ થશે. આગામી બજેટમાં સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ. ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ કરોડ…

ઈકોનોમીમાં મંદીનો ખતરો, સ્પષ્ટ કહેવું મુશ્કેલઃ ફેડરલ રિઝર્વ

અમદાવાદ: યુએસ ફેડરલ રિઝર્વના ચેરપર્સન જેનેટ યેલને કહ્યું છે કે આગામી દિવસોમાં વ્યાજના દરમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. ત્યાર બાદ યુએસ શેરબજારમાં વધુ ઘટાડો નોંધાયો છે. અમેરિકી ડાઉ જોન્સ ઇન્ડેક્સ અને એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં ચોથા…

સળંગ ચોથા દિવસે શેરબજાર તૂટ્યુંઃ ચાર દિવસમાં ૧,૦૦૦ પોઈન્ટનો ઘટાડો

અમદાવાદ: શેરબજારમાં પાછલા કેટલાક દિવસથી સતત વેચવાલી જોવા મળી રહી છે. આજે પણ સળંગ ચોથા દિવસે સેન્સેક્સ ૨૦૬ પોઇન્ટના ઘટાડે ૨૩,૫૫૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૪ પોઇન્ટના ઘટાડે ૭૨૦૦ની સપાટી તોડી વધુ નીચે ૭૧૫૧ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. યુએસ…

કરવેરાની જાળ વધુ વિસ્તૃત કરવા જેટલીની તૈયારી શરૂ

નવી દિલ્હી: કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરતી વેળા આ વખતે કરવેરાની જાળને વધુ વિસ્તૃત બનાવવાની જાહેરાત કરી શકે છે. સાથે સાથે વધુને વધુ લોકોને કરવેરાની જાળમાં અથવા તો ટેક્સની જાળમાં આવરી લેવાના પગલાની જાહેરાત કરી શકે છે. દેશમાં…

સોના-ચાંદી ઉપર ઇમ્પોર્ટ ટેરિફ વેલ્યુમાં વધારો થયો

નવી દિલ્હી : સરકારે સોના અને ચાંદી ઉપર આયાત ટેરિફ વેલ્યુમાં વધારો કરી દીધો હતો. પ્રતિ ૧૦ ગ્રામ ૩૮૮ ડોલર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે ચાંદી ઉપર આયાત ટેરિફ વેલ્યુ વૈશ્વિક બજારોમાંથી બોધપાઠ લઇને પ્રતિકિલો ૪૮૭ ડોલર કરી દેવામાં આવ્યો…