Stock Market: સેન્સેક્સ 200 પોઈન્ટ અપઃ નિફ્ટી 11,450ની નજીક

અમદાવાદ: શેરબજારની આજે મજબૂત શરૂઆત થઇ હતી. નિફ્ટી ૧૧,૪૮૪.૮૦ સુધી પહોંચવામાં સફળ રહી હતી, જ્યારે સેન્સેક્સ ૩૮,૦૦૦ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ૦.૫ ટકાની મજબૂતી જોવા મળી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે…

સેબી હવે આર્થિક અપરાધીઓના ફોન ટેપ કરવા માટેની તૈયારીમાં

નવી દિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) હવે ગંભીર આર્થિક અપરાધીઓ વિરુદ્ધ ગાળિયો મજબૂત કરવા જઇ રહી છે. સેબી આ પ્રકારના ગંભીર આર્થિક અપરાધીઓના ફોન-કોલ અને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ટેપ કરવાની સત્તા સરકાર પાસેથી માગવા…

એક દિવસની રાહત બાદ ફરી પેટ્રોલ-ડીઝલ મોંઘાં

નવી દિલ્હી: માત્ર એક દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી વાર વધારો ઝીંકવામાં આવ્યો છે અને આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો સિલસિલો ફરી શરૂ થઇ ગયો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧૩ પૈસા અને ડીઝલના ભાવમાં ૧૧ પૈસાનો વધારો…

તૂટતા રૂપિયાથી ચિંતિત PM મોદીએ રિવ્યૂ બેઠક બોલાવી

નવી દિલ્હી: દેશમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી આર્થિક હાહાકાર મચી ગયો છે અને બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં લઇને ખાસ કરીને રૂપિયાના પતનને અટકાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવે અંગત રસ લઇને…

May મહિના બાદ બ્રેન્ટ ક્રૂડ પ્રથમ વખત ૮૦ ડોલરની સપાટીએ

લંડન: બ્રેન્ટ ક્રૂડ મે મહિના બાદ પ્રથમ વખત લંડનમાં પ્રતિબેરલ ૮૦ ડોલરની સપાટીને વટાવી ગયું છે. ક્રૂડ ઓઇલનાે વૈશ્વિક પુરવઠો ઘટી રહ્યો છે એવા સંકેતો અને ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. બુધવારે બ્રેન્ટ ફ્યૂચર ૧.૪ ટકા સુધી…

ક્રૂડની કિંમત વધવાથી રાજ્યને રૂ. 22,700 કરોડનો ફાયદો

નવી દિલ્હી: રૂપિયામાં સતત ઘટાડો અને ક્રૂડ તેલની કિંમતોમાં સતત વધારાના કારણે રાજ્યને ચાલુ વર્ષના બજેટ અનુમાન કરતાં રૂ. ૨૨,૭૦૦ કરોડનો પરોક્ષ લાભ થશે. એક રિપોર્ટ અનુસાર ઇન્ટર બેન્ક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં મંગળવારે ડોલરની તુલનાએ રૂપિયાએ ૨૮…

હાશ! આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહીં, જોકે આ રાહત અલ્પજીવી

નવી દિલ્હી: છ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનો સિલસિલો આજે અટકી ગયો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે કોઇ ફેરફાર થયો નથી. આ સમાચાર સામાન્ય લોકો માટે થોડા રાહતરૂપ છે. છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલના ભાવ વધવાનો સિલસિલો…

Stock Market: સેન્સેક્સમાં 133 પોઈન્ટનો શરૂઆતનો સુધારો ધોવાયો

અમદાવાદ: બે દિવસ સતત શેરબજારમાં ઘટાડા બાદ આજે પ્રારંભિક કામકાજમાં સેન્સેક્સ ૧૩૩ પોઇન્ટ વધીને ૩૭,૫૪૬.૪૨ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ ૧૧,૩૦૦ પર ખૂલી હતી. દરમિયાન રૂપિયામાં ઘટાડો જારી રહ્યો છે. આજે અમેરિકન…

GST રિટર્ન પર એક કરોડ સુધી ઓવરડ્રાફ્ટ મેળવો

મુંબઇ: માઇક્રો-સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) હવે પોતાના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રિટર્ન્સના આધારે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે તાત્કાલિક રૂ. એક કરોડ સુધીનો ઓવરડ્રાફ્ટ મેળવી શકશે. આઇસીઆઇસીઆઇ બેન્કે જીએસટી બિઝનેસ લોનના…

Stock Market : રૂપિયામાં રિકવરીઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં ચઢાવ-ઉતાર

અમદાવાદ: રૂપિયામાં રિકવરી અને ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો વચ્ચે આજે શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં સેન્સેક્સ ૫૧ પોઇન્ટ તૂટીને ૩૮,૮૭૦ની સપાટીએ આવી ગયો હતો. આજે રૂપિયાની શરૂઆત ૧૫ પૈસાની મજબૂતાઇ સાથે થઇ હતી અને ડોલર…